Organic Cotton: ઓર્ગેનિક કપાસનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 4 વર્ષમાં 423 ટકાનો વધારો

|

Feb 20, 2022 | 9:44 AM

ભારત કપાસની ઉત્પાદકતા વધારવા માટે યોગ્ય પહેલ કરવા પર કામ કરી રહ્યું છે, જેમ કે સઘન ખેતી પદ્ધતિ (HDPS), ટપક સિંચાઈ, વરસાદી પાણીનો સંગ્રહ, પાકની આંતરખેડ, શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ.

Organic Cotton: ઓર્ગેનિક કપાસનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 4 વર્ષમાં 423 ટકાનો વધારો
Cotton Crop - File Photo

Follow us on

ઓર્ગેનિક કપાસ (Organic Cotton) ઉત્પાદનમાં ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં ઓર્ગેનિક કપાસનું ઉત્પાદન અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. ઓર્ગેનિક કપાસના ઉત્પાદનમાં 2016-17થી 423 ટકાનો વધારો થયો છે. તે 2016-17માં 1.55 લાખ મેટ્રિક ટન હતું, જે 2020-21માં વધીને 8.11 લાખ મેટ્રિક ટન થયું છે. દેશમાં કપાસની ગુણવત્તા અને ઉપજ વધારવા માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધાં છે. ભારત કપાસની ઉત્પાદકતા વધારવા માટે યોગ્ય પહેલ કરવા પર કામ કરી રહ્યું છે, જેમ કે સઘન ખેતી પદ્ધતિ (HDPS), ટપક સિંચાઈ, વરસાદી પાણીનો સંગ્રહ, પાકની આંતરખેડ, શ્રેષ્ઠ ખેતી પદ્ધતિઓ.

આ ઉપરાંત કુદરતી પદ્ધતિઓનો અસરકારક ઉપયોગ કરવા અને આધુનિક વૈજ્ઞાનિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અન્ય દેશોમાંથી સાફ અને સ્વચ્છ કપાસની આયાત કરવાને બદલે, સ્થાનિક કપાસ ઉદ્યોગને પણ કપાસ સંશોધન સંસ્થાઓ અને ખેડૂતો સાથે કપાસની ખેતીની વધુ કાર્યક્ષમ પદ્ધતિઓની વ્યૂહરચના બનાવવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

સારી ગુણવત્તાની સપ્લાય કરનાર ભારત એકમાત્ર દેશ હશે

દેશના આ બદલાતા ચિત્રને જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે સમગ્ર કપાસની ઉપયોગિતા સાંકળથી લઈને ખેતરથી મિલ સુધીની તમામ પ્રવૃત્તિઓના સામૂહિક પ્રયાસોથી ભારત ન માત્ર સંબંધિત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. પરંતુ આવનારા વર્ષોમાં વિશ્વમાં વધુ સારી વેરાયટીના કપાસની સપ્લાય કરનારો એકમાત્ર દેશ બનશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસની ખેતી થાય છે

દુનિયામાં ભારતમાં કપાસની ખેતી સૌથી વધુ વિસ્તાર પર થાય છે. અહીં 133.41 લાખ હેક્ટરમાં કપાસની ખેતી થાય છે. વિશ્વના 319.81 લાખ હેક્ટર વિસ્તાર કરતાં 42 ટકા વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે. ભારતમાં, કપાસનું લગભગ 67 ટકા ઉત્પાદન વરસાદ આધારિત વિસ્તારોમાં અને 33 ટકા સિંચાઈવાળા વિસ્તારોમાં થાય છે.

વિશ્વમાં ભારત કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે

વિશ્વમાં ભારત કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત 360 લાખ ગાંસડી એટલે કે 6.12 મિલિયન મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન કરે છે, જે સમગ્ર વિશ્વમાં ઉત્પાદિત કપાસના લગભગ 25 ટકા છે. ભારત વિશ્વમાં કપાસનો બીજો સૌથી મોટો ગ્રાહક પણ છે. એક અંદાજ મુજબ અહીં 303 લાખ ગાંસડીનો વપરાશ થાય છે.

60 લાખથી વધુ ખેડૂતો કપાસની ખેતી સાથે સીધા જોડાયેલા છે

કપાસ લગભગ 60 લાખ 50 હજાર કપાસના ખેડૂતોને આજીવિકા આપે છે. ત્યારે લગભગ પાંચ કરોડ લોકો કપાસની પ્રક્રિયા અને વેપાર જેવી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આજે આ બધા કપાસની ખેતી કરીને માત્ર પોતાની રોજી રોટી જ નથી કમાઈ રહ્યા પરંતુ આ વિસ્તારમાં સારી આવક પણ મેળવી રહ્યા છે.

કપાસની નિકાસનું લક્ષ્ય 100 અરબ અમેરિકી ડોલર

કપાસ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. સમય આવી ગયો છે કે આપણે 350 અરબ અમેરિકી ડોલરના માર્કેટ સુધી પહોંચવા જેવા મોટા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છીએ, જેમાં 2025-26 સુધીમાં કપાસની નિકાસ 100 અરબ એમેરિકી ડોલરનો લક્ષ્યનો પણ સમાવેશ થાય છે.

Source- PBNS

આ પણ વાંચો: Viral: IASએ લગ્નમાં બચેલા ભોજનની તસ્વીર કરી શેર, લોકોએ કહ્યું આનાથી કેટલાય ભૂખ્યા ગરીબોનું પેટ ભરી શકાત

આ પણ વાંચો: સોઈલ હેલ્થ કાર્ડ યોજનાના 7 વર્ષ: અત્યાર સુધી 23 કરોડ ખેડૂતોને મળ્યો લાભ, જાણો આ સાથે જોડાયેલી મહત્વની બાબતો

Next Article