પિઝાને સ્વાદિષ્ટ બનાવતા ઓરેગાનોની ખેતી ભારતમાં ક્યા કરવામાં આવે છે? જાણો વિગતો

|

Jun 19, 2021 | 6:28 PM

પિઝા દરેકના ફેવરિટ છે અને તેને ખાવા માટે લોકો હંમેશા તૈયાર હોય છે. ઓરેગાનોના કારણે પિઝાનોનો સ્વાદ વધે છે અને આ મસાલાને કારણે પિઝા અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઔષધિ મસાલા ક્યાંથી આવે છે.

પિઝાને સ્વાદિષ્ટ બનાવતા ઓરેગાનોની ખેતી ભારતમાં ક્યા કરવામાં આવે છે? જાણો વિગતો
ઓરેગાનોની ખેતી ભારતમાં ક્યા કરવામાં આવે છે

Follow us on

પિઝા (Pizza) દરેકના ફેવરિટ છે અને તેને ખાવા માટે લોકો હંમેશા તૈયાર હોય છે. ઓરેગાનોના (Oregano) કારણે પિઝાનોનો સ્વાદ વધે છે અને આ મસાલાને કારણે પિઝા અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઔષધિ મસાલા (Spices) ક્યાંથી આવે છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે પિઝાના આ મસાલાનું ભારતમાં જ ઉત્પાદન થાય છે.

તમિલનાડુમાં ખેતી થાય છે

પિઝા એ ઇટાલીની વાનગી છે, પરંતુ તેના પર છંટકાવ કરવામાં આવતા મસાલાની ખેતી તમિલનાડુના એક નાનકડા ગામમાં થાય છે. પિઝા પર જે મસાલા છાંટવામાં આવે છે તે યુરોપિયન છે અને ભારતમાં તેમના ઉત્પાદનનો શ્રેય પણ યુરોપના લોકોને આપવામાં આવે છે. યુરોપિયનો તેમની સાથે વાનગીનો સ્વાદ અને ગાર્નિશિંગ માટે આ મસાલા ભારત લાવ્યા હતા.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

આ મસાલાનું તમિલનાડુના નીલગિરિ પહાડો પર ઉગાડવામાં આવે છે. આ મસાલા હંમેશાં ‘English Vegetables’ તરીકે ઓળખાતા હતા. પરંતુ 1980 માં, જ્યારે ભારતીય સ્પાઇસીસ બોર્ડે તેમને શોધી કાઢયા ત્યારે આ મસાલા ભારતીય બન્યા.

1998 બાદ સ્થિતિ બદલી

આ મસાલા ખાસ કરીને ગામના લોકો અને ટ્રાયબલ જાતિના લોકો ઉગાડે છે. આ એક ખાસ ઋતુમાં ઉગાડવામાં આવતા મસાલા છે. જ્યારે મસાલાનો પાક તૈયાર થાય છે ત્યારે તે વેપારીઓની મદદથી બેંગ્લોર જેવા શહેરોમાં લઈ જઈ વેચવામાં આવે છે.

આ મસાલા પ્રમાણિત કર્યા વગર જ ઉંચા ભાવે વેચાય છે. ચેન્નઇથી 500 કિમી પશ્ચિમમાં નીલગિરિ પર્વતો પર ઉછરેલા, આ મસાલાઓ અહીંના લોકોનું જીવન બદલી રહ્યા છે. ત્યારબાદ વર્લ્ડ બેંકની મદદથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને સ્પાઇસિસ બોર્ડે ગ્રામીણ સમુદાયને ઓર્ગેનિક મસાલાની નિકાસ કરવામાં મદદ કરી હતી.

પિઝાના આ મસાલા ઠંડી આબોહવામાં ઉગે છે. જો તમે ઇચ્છો, તો તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો. પરંતુ તેને તમારા રસોડાની જગ્યાએ ન રાખતા તેને લિવિંગ રૂમમાં રાખી શકો છો. રસોડામાં ગેસ સ્ટવને લીધે ઘણી ગરમી હોય છે.

Next Article