જામનગરઃ મગફળીમાં રોગ આવતા ખેડુતો ચિંતિત, મુંડાના કારણે પાક ઉત્પાદન પર અસર થવાની ભીતી

|

Sep 08, 2022 | 1:01 PM

મગફળી(Groundnut Crop)માં રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ રોગને મુંડા અને સફેદ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે.

જામનગરઃ મગફળીમાં રોગ આવતા ખેડુતો ચિંતિત, મુંડાના કારણે પાક ઉત્પાદન પર અસર થવાની ભીતી
ગીર સોમનાથમાં વરસાદે મગફળીનો પાક કર્યો બરબાદ
Image Credit source: TV9

Follow us on

જામનગર જીલ્લામાં મગફળીમાં રોગ આવતા ખેડુતો (Farmers) ચિંતિત થયા છે. મગફળીમાં મુંડા રોગ જોવા મળતા પાકને 40 ટકાથી વધુ નુકશાન થવાની ચિંતા ખેડુતોને સતાવે છે. અનેક પ્રયાસ બાદ મગફળીમાં રોગથી છુટકારો ના મળતા ખેડુતોની મુશેકલી વધી છે. જામનગરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં જ મેઘરાજાએ હેત વરસાવી વાવણી લાયક વરસાદ વરસાવ્યો છે. જેના કારણે મગફળી (Groundnut Crop),કપાસ સહીતના પાકમાં પાણીની તાતી જરૂર વર્તાઈ રહી છે.

બીજી બાજુ પ્રથમ વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ મગફળી અને કપાસની વાવણી કરી હતી, જો કે મગફળીમાં રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ રોગને મુંડા અને સફેદ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે, આ રોગને સફેદ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ સફેદ ઘણા એટલે કે મુંડા જીવાતનો પણ ઉપદ્રવ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંને રોગને કારણે ખેતરમાં ઉભેલી લીલીછમ મોલાત એકદમથી સુકાવા લાગે છે, એક અંદાજ પ્રમાણે હાલારમાં આ રોગને કારણે મગફળીના પાકમાં અંદાજે 40 ટકા ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. જેના કારણે ખેડુતો ચિંતિત બન્યા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરીષ્ઠ વૈજ્ઞાનિક કાંતિ બારૈયા જણાવે છે કે આ પ્રકારના રોગ માટે દવા હોવાથી તેનો ઉપયોગ કરીને તેનાથી થતા નુકશાનથી બચી શકાય છે. દવાનો છંટકાવ કરવાથી આ રોગ પર નિયંત્રણ લાવી શકાય છે. સૌથી પહેલા સફેદ ફુગ માટે જમીનમાં 1 વિઘામાં 500 ગ્રામથી 1 કીલો ટ્રાયકોડરમા એટલે કે નેચરલ ફુગ અથવા કાર્બેન્ડેઝીમ કે હેકઝીકોનાઝોલ કેમીકલ 250 થી 300 ML ડ્રોન્ચીંગ એટલે કે જમીનમાં ઉતરે તે રીતે છાંટવું જોઇએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જયારે મુંડા જીવાતના નિયંત્રણ માટે મેટારાઇઝીયમ અથા બીવેરિયા પ્રતિવીધા 500 ગ્રામથી 1 કીલો જમીનમાં ડ્રેન્ચીંગ કરવું જોઇએ. ખેતરમાં મુંડા જીવાત પાછળનું કારણ કોશેટા છે. જે મગફળીને આ રોગ થાય તેમાં મૂળિયાં અને મગફળીમાં આવેલા ડોડવા કોહવાય જાય છે. તો સેફદ ફુગને કારણે મગફળીના છોડવા એકદમથી જ સુકાય જાય છે. સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં મગફળીનુ વાવતેર મોટાપ્રમાણમાં થાય છે. ત્યારે આ વખતે મગફળીમાં આવેલા મુંડાના કારણે અનેક ખેડુતો ચિંતિત થયા છે. જો મુંડાના કારણે પાકને નુકશાન થશે. તો તેની અસર ઉત્પાદન પર પણ થશે.

Next Article