ફળોનો રાજા કહેવાતી કેરી(Mango) આ વખતે ખૂબ જ ખાસ રહેશે. આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. કારણ કે જે રીતે કેરીનો મોર(માંજર) આવ્યો હતો તે ફળમાં રૂપાંતરિત થયો નથી. આ વખતે કેરીના મોરમાં ઝુમકા રોગ (Jhumka Disease)થયો છે. જેના કારણે કેરી મોટી થાય તે પહેલા જ બળીને નીચે ખરી રહી છે. તેનાથી બાગાયત ખેડૂતો (Farmers) ચિંતિત છે. દર વખતે સારી ઉપજમાંથી કમાણી થતી હતી. આ વર્ષે આ રોગના કારણે ખેડૂતોના કપાળ પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. આ સમયે કેરીના પાક (Mango Crop)માં રોગને કારણે તેઓ પહેલા જેટલી કાચી કેરી પણ વેચી શકતા નથી. હા, ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ભાવ સારા રહેવાની અપેક્ષા છે, તે જ ઉત્પાદનમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે.
ઉન્નાવના હસનગંજ વિસ્તારને મેંગો બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ વખતે કેરીઓને ઝુમકા રોગની નજર લાગી ગઈ છે. આંબાના ઝાડમાં પુષ્કળ મોર હતો પણ ફળ એટલા ન લાગ્યા. ખેડૂતોની આશા ઠગારી નીવડી છે, કારણ કે આ વખતે મોર જોયા બાદ ખેડૂતોને સારી ઉપજની આશા હતી. ઝુમકાના રોગથી બચવા માટે વિવિધ પ્રકારની નકલી જંતુનાશકો (Spurious Pesticides)નો છંટકાવ અને તીવ્ર ગરમીએ ફૂલોનો નાશ કર્યો છે.
આ વખતે ખેડૂતોએ મોર જોતા સારી ઉપજની આશા સેવી હતી અને પાકને રોગથી બચાવવા માટે મોંઘી જંતુનાશક દવા છાંટી હતી. ખેડૂતોનું કહેવું છે કે મોર આવ્યા બાદ દવા માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા, પરંતુ હવે દવાના પૈસા પણ નીકળશે તેવું લાગતું નથી. નફો તો ઘણો દૂર છે.
આ વિસ્તારમાં દશેરી, લંગડા, ચૌસા, લખનૌવા અને બજરી કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન થાય છે આ ઉપરાંત રામકેલા કેરી પણ વિપુલ પ્રમાણમાં મળે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર અથાણાં માટે જ થાય છે. દશેરી કેરીની નિકાસ ગલ્ફ દેશોમાં પણ થાય છે. આ ઉપરાંત દશેરી દેશના અન્ય રાજ્યો જેવા કે કોલકાતા, પૂર્વાંચલ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરેમાં પણ જાય છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ધૌરાના વૈજ્ઞાનિક ધીરજ તિવારીએ જણાવ્યું હતું કે ઝુમકા રોગને કારણે પાકની ઉપજમાં લગભગ 20 ટકાનો ઘટાડો થાય છે. બદલાતા હવામાન અને નકલી દવાઓના છંટકાવને કારણે આ રોગ વધુ પ્રભાવિત થાય છે. ખેડૂતોએ આંબાના ફૂલમાં ઝુમકાના રોગનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો. ખેડૂતોએ જણાવ્યું કે જિલ્લામાં લગભગ 80 ટકા પાક આ રોગનો શિકાર બન્યો છે. બદલાતા હવામાન અને નકલી દવાઓનો છંટકાવ પણ સમસ્યા સર્જે છે.
આ પણ વાંચો: મોદી સરકારના આ મિશનને આગળ વધારશે હરિયાણા, ખેડૂતો સુધી પહોંચશે ડિજિટલ દુનિયાના ફાયદા
આ પણ વાંચો: Power Crisis: તાપમાનમાં વધારા સાથે દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચી વીજળીની ડિમાન્ડ, માગ 2 લાખ મેગાવોટને પાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો