દૂધ બનાવો અને લાખો કમાઓ, સોયા મિલ્ક તૈયાર કરી ખેતી સાથે વધારાની આવક મેળવો

|

Sep 19, 2021 | 12:10 PM

બજારમાં એક લીટર સોયા દૂધ 40 રૂપિયામાં અને એક કિલો સોયા ટોફુ 150-200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એક લિટર દૂધ પર 15 રૂપિયા અને ટોફુ પર 50 રૂપિયા ખર્ચ થાય છે.

દૂધ બનાવો અને લાખો કમાઓ, સોયા મિલ્ક તૈયાર કરી ખેતી સાથે વધારાની આવક મેળવો
Soya Milk

Follow us on

સોયાબીન (Soya Bean) પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં માનવ પોષણ અને પશુ આહારમાં તેની વિશાળ ભૂમિકા છે. સોયાબીનમાંથી બનાવેલ તેલનો મોટા પાયે ઉપયોગ થાય છે, જ્યારે સોયા મિલ્ક (Soya Milk) પણ પોતાની છાપ બનાવી રહ્યું છે. આ જ કારણ છે કે સોયા મિલ્ક પ્લાન્ટ્સ પણ દૂધ બનાવવા લાગ્યા છે. ખેડૂતો (Farmers) સોયાબીનમાંથી દૂધ સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર સામગ્રી બનાવીને વધારે કમાણી કરી રહ્યા છે.

સોયા દૂધ મુખ્યત્વે સોયાબીનનો રસ છે. તેને તૈયાર કરવા માટે સૌ પ્રથમ સોયાબીનના સારા દાણાની પસંદગી કરો. ત્યારબાદ તેને પાણીમાં ભેળવવામાં આવે છે અને તેને પીસવામાં આવે છે. તેમાંથી ફાઇબર અને સોયા દૂધને અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ તેનું પેકેજિંગ કરી બજારમાં વેચાણ કરી નફો મેળવી શકાય છે.

કેન્દ્રીય કૃષિ ઇજનેરી સંસ્થાએ સોયા મિલ્ક પ્લાન્ટ તૈયાર કર્યો છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમે વિચારતા હશો કે સોયા મિલ્ક કેવી રીતે બનાવવું તે તો ખબર પડી પરંતુ સોયા મિલ્ક કેવી રીતે તૈયાર થશે? તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. ભોપાલ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગે એક સોયા મિલ્ક પ્લાન્ટ તૈયાર કર્યો છે, જે એક કલાકમાં 100 લિટર દૂધ તૈયાર કરી શકે છે.

આ પ્લાન્ટનો ઉપયોગ કરતા એક ખેડૂતનું કહેવું છે કે, તે દર બીજા દિવસે 70 લિટર સોયા મિલ્ક અને 10 કિલો ટોફુ તૈયાર કરી રહ્યો છે. બજારમાં એક લીટર સોયા દૂધ 40 રૂપિયામાં અને એક કિલો સોયા ટોફુ 150-200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એક લિટર દૂધ પર 15 રૂપિયા અને ટોફુ પર 50 રૂપિયા ખર્ચ થાય છે. આ રીતે, તે એક વર્ષમાં 5 થી 6 લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો મેળવે છે. આ ઉપરાંત આ પ્લાન્ટમાં પાંચ લોકોને રોજગારી પણ મળી રહી છે.

માંગમાં વધારો થતા કમાણીમાં વધારો

આ પ્લાન્ટનો ઉપયોગ દેશના અન્ય ભાગોમાં પણ થઈ રહ્યો છે. એક કૃષિ ચેનલના અહેવાલ મુજબ પંજાબના હોશિયારપુરમાં આ પ્લાન્ટ ચલાવનાર ખેડૂતને દર વર્ષે 13 લાખ રૂપિયાની આવક થાય છે. સોયા મિલ્ક સાથે, તે ટોફુ અને મિલ્ક પાવડર પણ વેચે છે. તેઓ કહે છે કે વધતી જતી આરોગ્ય જાગૃતિને કારણે સોયા દૂધની માગ વધી રહી છે અને અમારા જેવા ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે ફાયદાકારક છે કેન્દ્ર સરકારની આ યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ ?

આ પણ વાંચો : નાના અને સીમાંત ખેડૂતો માટે કામની છે આ એપ, ટ્રેક્ટર અને કૃષિ સાધનો ઘરે બેઠા સરળતાથી ભાડે મળશે

Next Article