સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન

|

Aug 10, 2021 | 5:30 PM

આ સિસ્ટમમાં છોડના મૂળ પર ડ્રોપ દ્વારા પાણી ટપકતું રહે છે. તેને 'ટપક સિંચાઈ' કહેવામાં આવે છે. તેનાથી ઓછી માત્રા દ્વારા પાણીને સીધા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે.

સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન
Drip Irrigation

Follow us on

ભારતમાં ખેતી (Farming) ચોમાસા પર આધારિત છે. દેશના ઘણા ભાગોમાં પાણીની અછત છે અને તેના કારણે ખેતરોને પૂરતું પાણી મળતું નથી અને પાકને સિંચાઈ (Irrigation) મળતું નથી. તે કૃષિ (Agriculture) ઉત્પાદનને મોટા પ્રમાણમાં અસર કરે છે. આ સ્થિતિમાં ખેડૂતો ઓછા પાણીમાં સિંચાઈનો માર્ગ શોધે છે. બીજી બાજુ સરકાર તરફથી મદદ પણ આપવામાં આવે છે.

સરકારની આવી એક પહેલ છે ‘બુંદ-બુંદ સિંચાઈ વ્યવસ્થા’ એટલે કે ટપક સિંચાઈ વ્યવસ્થા. ખેડૂતોને સિંચાઈ અને જળ સંરક્ષણ પહેલ સાથે જોડવા માટે ઘણા રાજ્યોમાં ટપક સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સિંચાઈ યોજના જળ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

ટપક સિંચાઈ શું છે?

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

સિંચાઈમાં પાણીના દરેક ટીપાનો ઉપયોગ કરવા માટે સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત સિંચાઈની આધુનિક તકનીકોનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં છોડના મૂળ પર ડ્રોપ દ્વારા પાણી ટપકતું રહે છે. તેને ‘ટપક સિંચાઈ’ કહેવામાં આવે છે. તેનાથી ઓછી માત્રા દ્વારા પાણીને સીધા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે.

દેશના ઘણા રાજ્યોના ખેડૂતો સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડૂતો નારંગી, મોસંબી, સફરજન, જામફળ, પપૈયા જેવા ફળોના પાક માટે પણ પોતાના ખેતરોમાં આ પદ્ધતિ અપનાવી છે. આ સિસ્ટમ ફળોની ખેતીમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. ફળોનું ઉત્પાદન પણ વધી રહ્યું છે.

ખેડૂતો પહેલા ખેતીમાં સિંચાઈ માટે સસ્તી પાઈપોનો ઉપયોગ કરતા હતા. તેથી વચ્ચે વચ્ચે પાઈપ તોડવી પડતી હતી અને વચ્ચે પાણી માટે ગટર બનાવવી પડતી હતી. તેમાં ઘણી વખત જો મેદાન સપાટ ન હોય તો એક જગ્યાએ પાણી ભરાતું હતું અને પાણી ઓછું પહોંચતું હતું. જેના કારણે પાકને નુકસાન થયું હતું.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત પોર્ટેબલ સ્પ્રિંકલર્સ, મિની સ્પ્રિંકલર્સ અથવા ટપકમાં 90 ટકા સુધીની સબસિડી મળવાનું શરૂ થયું છે. હવે તેને લગાવવાથી ઘણો ફાયદો મળી રહ્યો છે. આ સિંચાઈને કારણે પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ વાત એ છે કે પહેલા પાણી વધારે વપરાતું હતું, પરંતુ હવે 50-60 ટકા પાણીની બચત થાય છે. ખેડૂતો માત્ર પાણીની બચત નથી કરી રહ્યા સાથે ઉર્જાની પણ બચત કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો

આ પણ વાંચો : એક એકર ખેતરમાં મળશે 100 એકરનું ઉત્પાદન, આ ટેકનિકથી કરી શકો છો કરોડોની કમાણી

Next Article