કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- ખેડૂતોને KCC હેઠળ અત્યાર સુધીમાં 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

|

Sep 16, 2021 | 4:10 PM

Kisan Credit Card: કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે 16 લાખ કરોડ રૂપિયાની લોનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. KCC દ્વારા ખેડૂતોને 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- ખેડૂતોને KCC હેઠળ અત્યાર સુધીમાં 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી
Narendra Singh Tomar

Follow us on

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) કહ્યું કે, કોરોના દરમિયાન પણ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે 16 લાખ કરોડ રૂપિયાની લોનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. KCC દ્વારા ખેડૂતોને 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ફેબ્રુઆરી 2020 થી તમામ ખેડૂતોને કેસીસી હેઠળ લાવવાનું અભિયાન ચલાવી રહી છે. પીએમ કિસાનના લાભાર્થીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી દ્વારા કેસીસીના અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારથી, એક વર્ષમાં કોરોના હોવા છતાં, રાજ્યો અને બેંકોની મદદથી 2 કરોડથી વધુ ખેડૂતોને લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના પારદર્શિતા અને ગતિશીલતાનું એક અનોખું ઉદાહરણ છે, જેમાં 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કેન્દ્રીય યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચવો જોઈએ

તોમરે કેન્દ્રીય યોજનાઓના યોગ્ય અમલ પર ભાર મૂક્યો અને કહ્યું કે તેનો લાભ સાચા ખેડૂતો સુધી પહોંચવો જોઈએ. તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને વહીવટકર્તાઓને સંબોધતા તોમરે કહ્યું કે કેન્દ્રીય યોજનાઓનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ અને નાણાંનો અભાવ અવરોધ ન બનવો જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ યોગ્ય ખેડૂતો સુધી પહોંચવો જોઈએ.

1 લાખ કરોડના ભંડોળ સાથે ખેતરો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્ય

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશોની એક પરિષદનું આયોજન કર્યું. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તે મુજબ ઘણી એવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેની કલ્પના પણ નહોતી. 1 લાખ કરોડના ભંડોળ સાથે, સરકાર ખેડૂતોના ખેતરો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કાર્ય રહી છે. દેશભરના ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ બાદ ખેડૂતો તેમની ઉપજને વાજબી ભાવે વેચી શકશે.

5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર

તેમણે કહ્યું કે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે, ડિસેમ્બર સુધીમાં તે 8 કરોડ સુધી પહોંચી જશે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશોને તેમાં સહકાર આપવા વિનંતી કરી.

 

આ પણ વાંચો : National Live Stock Mission: રાષ્ટ્રીય પશુધન મિશન પોર્ટલ શરૂ થયું, આ રીતે ખેડૂતોને મળશે લાભ

આ પણ વાંચો : ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 416 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સનો શુભારંભ, 8 રાજ્યોના ખેડૂતોને મળશે લાભ

Published On - 4:06 pm, Thu, 16 September 21

Next Article