ઝારખંડમાં કૃષિને પ્રોત્સાહન આપવા માટે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રાંચીમાં પોતાનું ફાર્મ ખોલ્યું. આ પછી તેમણે અહીં ખેતી કરવાનું શરૂ કર્યું. આ ફાર્મમાં ધોની આધુનિક રીતે ખેતી કરે છે. આ ફાર્મ દ્વારા આજુબાજુના ગામડાના લોકોને પણ તેની માહિતી મળે છે. શાકભાજી ઉપરાંત, મહેન્દ્ર સિંહ ધોનીના ઈજા ફાર્મ્સ (Eeja Farms)માં ગાય ઉછેર પણ કરવામાં આવે છે, તેમજ સ્ટ્રોબેરીની પણ ખેતી કરવામાં આવે છે. જો કે સામાન્ય દિવસોમાં લોકોને ખેતરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી, પરંતુ હોળીના અવસર પર ત્રણ દિવસ માટે ફાર્મ સામાન્ય દર્શકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
મહેન્દ્ર સિંહ ધોનીનું ઈજા ફાર્મ રાંચીના સાંબો ગામમાં આવેલું છે. તે 43 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. એમએસ ધોનીના કૃષિ સલાહકાર રોશન કુમારે એએનઆઈને જણાવ્યું કે હાલમાં ફાર્મમાં સ્ટ્રોબેરી, કેપ્સિકમ, ડ્રેગન ફ્રૂટ, તરબૂચ, કસ્તુરી, વટાણા અને અન્ય શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હોળીના અવસર પર ત્રણ દિવસ ફાર્મ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી લોકો જોઈ શકે કે ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે ખેતીની માહિતીનો પ્રસાર થાય છે તે જોઈ શકે અને જાણી શકે.
રોશન કુમારે જણાવ્યું કે ધોનીના ખેતરમાં ખેતીની આધુનિક તકનીકો અપનાવવામાં આવી છે. અહીં સંકલિત ખેત પદ્ધતિ (Integrated Farming System)અપનાવવામાં આવી છે. જેના કારણે આ ફાર્મમાં ખેતીને લગતા તમામ ઘટકોની માહિતી ઉપલબ્ધ છે, સાથે સાથે ખેડૂતો પણ તે માહિતીનો લાભ લઈ શકશે. આ તમામ માહિતીથી ખેડૂતોને ફાયદો થશે. રોશન કુમારે કહ્યું કે ટૂંક સમયમાં અહીં ડેરી ફાર્મિંગને વધારવામાં આવશે, આ સિવાય મત્સ્યપાલન, મરઘાં તેમજ મધમાખી ઉછેર અને મશરૂમ ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવશે.
કૃષિ સલાહકાર રોશન કુમારે જણાવ્યું કે ખેતર જ્યારે ખુલશે અને લોકો આવશે ત્યારે તેઓ સીધા ખેતરમાંથી શાકભાજી લઈ જઈ શકશે. તેમણે કહ્યું કે ખેતરમાં આવનાર લોકોને ખેતરમાંથી શાકભાજી લેવા અને લઈ જવાની છૂટ આપવામાં આવશે. લોગોને પ્રોત્સાહિત કરવા માટે બોક્સની ખરીદી પર વધારાનું સ્ટ્રોબેરી બોક્સ મફતમાં આપવામાં આવશે. ફાર્મ ખુલતા અહી આવતા લોકો ખુબ જ ઉત્સાહિત છે. તેમને ઘોનીના ખેતરમાં સ્વાદિષ્ટ શાકભાજી મળ્યા. લોકો અહીં સ્ટ્રોબેરીની મજા માણી રહ્યા છે. લોકોએ જણાવ્યું કે અહીં અનેક પ્રકારના શાકભાજી અને ફળો છે.
આ પણ વાંચો: Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી