ખેડુતો માટે સારા સમાચાર, 20 લાખ ખેડુતોને કઠોળનાં બીજનું નિ:શુલ્ક વિતરણ કરશે ભારત સરકાર

|

May 08, 2021 | 11:22 AM

કઠોળની ખેતી કરતા ખેડુતો માટે સારા સમાચાર છે. આ ખરીફ સીઝનમાં સરકાર કઠોળના ખેડૂતોને મિનિ કીટનું વિતરણ કરવા જઈ રહી છે. જેમાં કઠોળનાં બીજ આપવામાં આવશે.

ખેડુતો માટે સારા સમાચાર, 20 લાખ ખેડુતોને કઠોળનાં બીજનું નિ:શુલ્ક વિતરણ કરશે ભારત સરકાર
કઠોળનાં બીજ

Follow us on

કઠોળની ખેતી કરતા ખેડુતો માટે સારા સમાચાર છે. આ ખરીફ સીઝનમાં સરકાર કઠોળના ખેડૂતોને મિનિ કીટનું વિતરણ કરવા જઈ રહી છે. જેમાં કઠોળનાં બીજ આપવામાં આવશે. સરકાર તેના માટે 82 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ નિર્ણય 2021-22ની ખરીફ સીઝન માટે લેવામાં આવ્યો છે. સરકારે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય લીધો છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને વરસાદ સારો રહેશે. આ સંદર્ભમાં ખરીફ સીઝનમાં કઠોળનું ઉત્પાદન સારું થવાની સંભાવના છે. ખરીફ સીઝનમાં તુવેર, મગ અને અડદ જેવા કઠોળ પાકોની ખેતી કરવામાં આવે છે. આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની સલાહ સાથે મિનિ કીટનું વિતરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમાં તુવેર, મગ અને અડદ દાળનું ઉત્પાદન અને તેને લગતી ખેતી કેવી રીતે વધારવી તેની વિગતવાર ચર્ચા થઈ છે.

આ વ્યૂહરચના હેઠળ કઠોળનું વધારે ઉપજ ધરાવતા બીજ ખેડૂતોને નિ: શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ વર્ષે 20,27,318 ખેડુતોને બીજની કીટનું વિતરણ કરવાની દરખાસ્ત છે. ગત વર્ષે પણ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે 10 ગણા વધુ કીટ આપવાની યોજના છે. આ કીટનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. મીની કીટ વિતરણનું કામ 15 જૂનથી શરૂ થશે. આ કિટ્સ સેન્ટ્રલ એજન્સી અને સ્ટેટ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ બનાવાયેલા કેન્દ્રોમાં પહોંચાડવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ભારતમાં કઠોળનો વપરાશ ઘણો છે, પરંતુ ઉત્પાદન ઓછું છે. કીટ વિતરણના વિશેષ કાર્યક્રમથી ખેડૂતોને કઠોળની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, તેથી દેશમાં કઠોળનું ક્ષેત્રફળ વધશે. તેનાથી આયાત પરની પરાધીનતા ઓછી થશે. કઠોળનું વાવેતર વધારવા માટે અસરકારક વ્યૂહરચના બનાવવામાં આવી છે.

Next Article