ખેડૂતો પોતાની આવક વધારવા માટે કરી રહ્યા છે આ સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ, તમે પણ સરળતાથી લઈ શકો છો લાભ

|

Jul 04, 2021 | 9:24 PM

રાષ્ટ્રીય કૃષિ બજાર (eNAM) એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. તેની શરૂઆત 14 એપ્રિલ 2016 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સરકારે કૃષિ પેદાશો માટે 'એક રાષ્ટ્ર એક બજાર' બનાવવાના ઉદ્દેશ્યથી આ પોર્ટલ શરૂ કર્યું.

ખેડૂતો પોતાની આવક વધારવા માટે કરી રહ્યા છે આ સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ, તમે પણ સરળતાથી લઈ શકો છો લાભ
ખેડૂત eNAM પોર્ટલ પર નોંધણી માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Follow us on

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ eNAM ના લાભાર્થી પ્રહલાદજી સાથે વાત કરી. પીએમએ કહ્યું કે ખેડૂતો (Farmers) હોય કે વેપારીઓ આ મંચ પર મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. વડાપ્રધાને પ્રહલાદજી પાસેથી તેમના અનુભવો સાંભળ્યા અને વધુમાં વધુ લોકો સાથે તેમના અનુભવો શેર કરવા વિનંતી કરી. આપને જણાવી દઈએ કે eNAM પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1.70 કરોડથી વધુ ખેડૂતો અને 1.63 લાખ વેપારીઓ નોંધાયા છે.

ખેડૂત eNAM પોર્ટલ પર નોંધણી કરાવી શકશે અને તમામ eNAM મંડીઓમાં વેપારીઓ સાથે ઓનલાઇન તેમના વેચાણ કરી શકશે. અત્યાર સુધીમાં સરકારે દેશની 585 મંડીઓને eNAM હેઠળ જોડી દીધી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત SFAC, eNAM લાગુ કરવા વાળી સૌથી મોટી સંસ્થા છે.

સરકાર આ વર્ષે 200 અને આગામી વર્ષે 215 વધુ મંડીઓને જોડવાની યોજના ધરાવે છે. દેશભરમાં લગભગ 2,700 કૃષિ પેદાશ બજારો અને 4,000 પેટા બજારો છે. અગાઉ, કૃષિ પેદાશ બજાર સમિતિઓમાં અથવા તે જ રાજ્યની બે મંડળીમાં વ્યાપાર કરવામાં આવતો હતો. તાજેતરમાં, પ્રથમ વખત, eNAM હેઠળ બે રાજ્યોની જુદી જુદી મંડીઓ વચ્ચે વેપાર થયો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

રાષ્ટ્રીય કૃષિ બજાર (eNAM), એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે. તેની શરૂઆત 14 એપ્રિલ 2016 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સરકારે કૃષિ પેદાશો માટે ‘એક રાષ્ટ્ર એક બજાર’ બનાવવાના ઉદ્દેશ્યથી આ પોર્ટલ શરૂ કર્યું. તેના માધ્યમથી ખેડૂતો તેમની નજીકના બજારમાંથી તેમની પેદાશો ઓનલાઇન વેચી શકે છે.

eNAM એ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના વચેટિયાઓને દૂર કર્યા છે. હવે તેનો લાભ ખેડૂતો તેમજ ગ્રાહકોને મળી રહ્યો છે. દેશભરમાં લગભગ 2700 કૃષિ પેદાશ બજારો અને 4,000 પેટા બજારો છે. ખેડૂત eNAM પોર્ટલ પર નોંધણી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

eNAM સાથે કેવી રીતે જોડાવું
સૌ પ્રથમ તમારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વેબસાઇટ www.enam.gov.in પર જવું પડશે. ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન ટાઇપ કરવું પડશે. ત્યાં ખેડૂતનો (Farmer) વિકલ્પ દેખાશે. તમારે ઇ-મેઇલ આઈડી આપવું પડશે. ત્યારબાદ તમને ઈ-મેલ દ્વારા લોગિન આઈડી અને પાસવર્ડનો મેઇલ મળશે. ત્યારબાદ તમે www.enam.gov.in વેબસાઇટ પર લોગિન કરી શકો છો અને ડેશબોર્ડ પર તમારા કેવાયસી દસ્તાવેજ સાથે નોંધણી કરાવી શકો છો.

એપીએમસી તમારી કેવાયસીને મંજૂરી આપશે, તે બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો. વધુ માહિતી માટે તમે https://enam.gov.in/web/resources/registration-guideline પર જાઓ.

Next Article