ખેડૂતો માટે ખુશ ખબર ! પીએમ કિસાન યોજના હેઠળની સહાય રકમ થઈ શકે છે બમણી

|

Aug 17, 2021 | 11:15 AM

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમ બમણી થઈ શકે છે. એટલે કે હવે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે.

ખેડૂતો માટે ખુશ ખબર ! પીએમ કિસાન યોજના હેઠળની સહાય રકમ થઈ શકે છે બમણી
PM Kisan Yojana

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને (Farmers) રાહત આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan) શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમ બમણી થઈ શકે છે. એટલે કે હવે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે. અહેવાલ છે કે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ રકમ બમણી કરવા પર વિચાર કરી રહી છે.

સરકાર રકમ બમણી કરવાની તૈયારી કરી રહી છે

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

મીડિયા અહેવાલો અનુસાર આ વાતનો ખુલાસો બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે કર્યો છે. રિપોર્ટ અનુસાર, તાજેતરમાં બિહારના કૃષિ મંત્રી દિલ્હી ગયા અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા. પટના પરત ફરતા તેમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ બમણી થવા જઈ રહી છે. રકમ વધારવા માટે કેન્દ્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. સરકારના આ પગલાને દેશના ખેડૂતોની આવક બમણી કરવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

ઘણા ખેડૂતોને લાભ મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો નવમો હપ્તો બહાર પાડ્યો હતો. નવમા હપ્તામાં, દેશભરમાં 9.75 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ રીતે અરજી કરો

PM-Kisan પોર્ટલ pmkisan.gov.in ની મુલાકાત લો. એક પેજ ખુલશે જેમાં તમને ફાર્મર કોર્નર્સનો (FARMER CORNERS) ઓપ્શન દેખાશે. નવી ખેડૂત નોંધણી (NEW FARMER REGISTRATION) તેના પર જોવા મળશે. આ પર ક્લિક કરો. તે પછી એક નવી વિન્ડો તમારી સામે ખુલશે.

આમાં તમને આધાર કાર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમારે Click Here to Continue પર ક્લિક કરવાનું રહેશે. આને ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે જેમાં તમને ફોર્મ દેખાશે. આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો. આમાં બેંક ખાતાની માહિતી ભરતી વખતે IFSC કોડને યોગ્ય રીતે ભરો અને તેને સેવ કરો. પછી બીજું પેજ ખુલશે, જેમાં તમને તમારી જમીનની વિગતો પૂછવામાં આવશે. તેમાં વિગતો ભરો અને તેને સેવ કરો. તમારી નોંધણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : PM Kisan Yojna : લાભાર્થીઓ માટે સારા સમાચાર, સસ્તા દરે મળશે કૃષિ લોન, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : આ પાકોની ખેતીથી પશુપાલકોને નહીં થાય લીલા ઘાસચારાની અછત, દૂધ ઉત્પાદન ક્ષમતામાં થશે વધારો

Next Article