ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર, હવે દેશના કેળા અને બેબી કોર્નની કેનેડામાં નિકાસ કરી શકાશે

|

Apr 09, 2022 | 5:05 PM

કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને લઈને ભારત અને કેનેડા નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.

ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર, હવે દેશના કેળા અને બેબી કોર્નની કેનેડામાં નિકાસ કરી શકાશે
Banana Farming (File Photo)

Follow us on

ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના (Department Of Agriculture and Farmer Welfare) પ્રયાસોથી દેશના ખેડૂતો માટે તેમની આવક વધારવા માટે નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવા ખેડૂતો માટે કે જેઓ કેળા અને બેબી કોર્નની (Banana and Baby Corn) ખેતી કરે છે. શુક્રવારે ભારતના કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ વિભાગ અને કેનેડા સરકાર વચ્ચે સમજૂતી થઈ છે. જે અંતર્ગત ભારતના કેળા અને બેબી કોર્ન હવે કેનેડામાં નિકાસ કરી શકાશે. બંને દેશો વચ્ચેના આ કરાર બાદ કેળા અને મકાઈની ખેતી કરતા ભારતીય ખેડૂતો તેમના પાકના ઊંચા ભાવ સરળતાથી મેળવી શકશે.

કેળાની નિકાસ મળી મંજૂરી, બેબી કોર્નની નિકાસને ટૂંક સમયમાં મળશે મંજૂરી

કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને લઈને ભારત અને કેનેડા નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. આ ક્રમમાં 7 એપ્રિલના રોજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ મનોજ આહુજા અને કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકે વચ્ચે બેઠક યોજાઈ હતી.

જેમાં કેનેડામાં ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસ માટે કરાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભારતીય કેળાની કેનેડા નિકાસને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કેટલીક જરૂરી મંજૂરીઓ બાદ એપ્રિલ મહિનાથી બેબી કોર્નની નિકાસને મંજૂરી આપવામાં આવશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ભારતની કૃષિ નિકાસ નવી ઊંચાઈએ, $50 બિલિયનને વટાવી ગઈ

ભારતીય કેળા અને બેબી કોર્નની નિકાસને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારતે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસ $50 બિલિયનને વટાવી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. ભારતીય કૃષિ ઉત્પાદનોની આ નિકાસમાં ઘઉં, ચોખાનું પ્રમાણ વધુ છે, પરંતુ તેમાં ભારતીય ફળો, શાકભાજીનો પણ સમાવેશ થાય છે.

રશિયા અને યુક્રેન વિશ્વમાં ઘઉંના સૌથી મોટા નિકાસકાર હોવાનું કહેવાય છે, જે બંને વિશ્વના ઘણા દેશોની ઘઉંની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંની નિકાસને અસર થઈ હતી. જે ભારતીય ઘઉંને વિદેશમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મળી છે. આ ક્રમમાં ઘણા દેશો ભારતીય ઘઉંના નવા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો : Solar Pumps Subsidy: સોલાર પંપ પર સરકાર આપે છે સબસિડી, પડતર જમીનમાં સોલાર પ્લાન્ટથી ખેડૂતો કરી શકે છે કમાણી

આ પણ વાંચો : Success Story: મોટી કંપનીની નોકરી છોડી ખેતી કરી રહ્યા છે આ યુવા પ્રગતીશિલ ખેડૂત, યુવાઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article