ખેડૂતો માટે સારા સમાચાર ! 15 રાજ્યોના 343 જિલ્લાઓમાં હાઇબ્રિડ બિયારણની મીની કીટનું વિનામુલ્યે વિતરણ થશે

|

Oct 12, 2021 | 4:31 PM

8,20,600 બીજ મીની કીટ 15 રાજ્યોના 343 જિલ્લાઓમાં વિતરણ માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં 20 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરથી વધારે ઉત્પાદકતાની ઉચ્ચ ઉપજ આપતી જાતોના બીજનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે સારા સમાચાર ! 15 રાજ્યોના 343 જિલ્લાઓમાં હાઇબ્રિડ બિયારણની મીની કીટનું વિનામુલ્યે વિતરણ થશે
Hybrid Seed

Follow us on

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વિશેષ કાર્યક્રમ હેઠળ દેશના 15 મોટા રાજ્યોના 343 જિલ્લાઓમાં 8,20,600 બીજ મીની કીટનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ સાથે, બીજ બદલવાના દરમાં વધારો કરીને ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થશે. તેનાથી ખેડૂતોની આવકમાં (Farmers Income) વધારો થશે.

આ કાર્યક્રમની શરૂઆત મધ્યપ્રદેશના મોરેના અને શેઓપુર જિલ્લાઓથી થઈ હતી જ્યાં લગભગ બે કરોડ રૂપિયાની સરસવની મીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી હતી. આ કાર્યક્રમ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) – ઓઇલ સીડ અને ઓઇલ પામ યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

તોમરે માહિતી આપી હતી કે દેશના મુખ્ય સરસવ ઉત્પાદક રાજ્યો માટે સૂક્ષ્મ સ્તરની યોજના બાદ, આ વર્ષે રેપસીડ અને સરસવના મીની કીટ વિતરણને અમલમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. 8,20,600 બીજ મીની કીટ 15 રાજ્યોના 343 જિલ્લાઓમાં વિતરણ માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં 20 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરથી વધારે ઉત્પાદકતાની ઉચ્ચ ઉપજ આપતી જાતોના બીજનો સમાવેશ થાય છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

આ રાજ્યોના ખેડૂતોને લાભ મળશે
આ કાર્યક્રમ મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના વિવિધ જિલ્લાઓને આવરી લે છે. આ કાર્યક્રમ માટે 1066.78 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ જિલ્લાઓને પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા
તોમરે માહિતી આપી કે મધ્યપ્રદેશના મોરેના અને શ્યોપુર જિલ્લાઓ, ગુજરાતમાં બનાસકાંઠા, હરિયાણામાં હિસાર, રાજસ્થાનમાં ભરતપુર અને ઉત્તર પ્રદેશના એટા અને વારાણસી જિલ્લાઓને આ વર્ષ દરમિયાન પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હાઇબ્રિડ સીડ મીની કીટ વિતરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. 5 રાજ્યોના આ 7 જિલ્લાઓમાં કુલ 1615 ક્વિન્ટલ બિયારણમાંથી 1,20,000 બીજ મીની કીટ તૈયાર કરીને ખેડૂતોને આપવામાં આવશે. દરેક જિલ્લાને 15 હજારથી 20 હજાર બીજ મીની કીટ આપવામાં આવશે.

યોજનાનો હેતુ શું છે?
નિયમિત કાર્યક્રમ સિવાય, બીજની મીની કીટ વિતરણ માટે સરસવની ત્રણ TL હાઇબ્રિડ ઉચ્ચ ઉપજ આપતી જાતો પસંદ કરવામાં આવી છે. બીજ મીની કીટ કાર્યક્રમનો ઉદ્દેશ ઉચ્ચ ઉપજ ક્ષમતા અને અન્ય ઉપયોગી વિશેષતા સાથે નવી જાતોને ધ્રુવીકરણ કરવાનો છે. આજુબાજુના જિલ્લાઓના ખેડૂતોને આ જાતોમાં વિશ્વાસ આવશે તો અન્ય ખેડૂતો તેને મોટા પાયે અપનાવશે.

સરસવથી ખેડૂતોની આવકમાં વધારો થશે
મધ્યપ્રદેશના મંત્રી ભરતસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સરસવનું ઘણું ઉત્પાદન છે, હવે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને આ હાઇબ્રિડ બિયારણો મળતાં તે વધુ વધશે. ખેડૂતોને સરસવના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. કુશવાહાએ ખેડૂતોને વધુમાં વધુ સરસવનું વાવેતર કરવા વિનંતી કરી, જેનાથી તેમની આવકમાં વધારો થશે. કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું કે આત્મનિર્ભર ભારતનું નિર્માણ આત્મનિર્ભર કૃષિ દ્વારા કરવામાં આવશે. હાઇબ્રિડ બિયારણનું પ્રથમ વખત વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : બાગકામનો શોખ પૂરો કરવા માટે ઘરની અગાસી પર જ ખેતી શરૂ કરી, 10 વર્ષથી પરિવાર તેમાં ઉગાડેલા ફળો અને શાકભાજી ખાય છે

આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળ પાકોમાં કરવાના થતા ખેતી કાર્યો અને રોગ-જીવાત નિયંત્રણ માટેના ઉપાયોની માહિતી

Next Article