ખેડૂતોની આવક વધારશે ગીર ગાય, 150 રૂપિયા પ્રતિ લિટર દૂધ અને 4000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ઘી

|

May 10, 2022 | 5:12 PM

પશુપાલન ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ગીર ગાયનો દૂધ (Cow Milk) આપવાનો સમયગાળો લગભગ 300 દિવસનો છે. આ રીતે, તે એક સિઝનમાં 2000 લિટરથી વધુ દૂધ આપે છે.

ખેડૂતોની આવક વધારશે ગીર ગાય, 150 રૂપિયા પ્રતિ લિટર દૂધ અને 4000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ઘી
Gir Cow

Follow us on

ગુજરાતની ગીર ગાયનો (Gir Cow) ઉછેર, લાંબા દૂધ ઉત્પાદન અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે, તે હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પણ શરૂ થયું છે. જૂનાગઢની આ ગાયને જિલ્લાના માઝોલા વિસ્તારમાં એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ડૉ. દીપક મહેંદિરત્તા લાવ્યા છે. આ ગાયમાંથી શરીર માટે ફાયદાકારક A2 પ્રકારનું દૂધ મળે છે. તેનું દૂધ (Cow Milk) શહેરમાં 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે તો ઘીનો ભાવ 4000 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જિલ્લામાં તેના દૂધ અને ઘીની ઘણી માગ છે. મોંઘી હોવા છતાં ગુણવત્તાના કારણે લોકો તેની ખરીદી રહ્યા છે. હવે મુરાદાબાદમાં તેની જાતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડૉ. દીપક ગીરની ગાયની પ્રજાતિ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે, જેથી સારું દૂધ મળી શકે અને ખેડૂતોની આવક વધે. હાલમાં આ વિસ્તારમાં બહુ ઓછા ખેડૂતો પાસે આવી ગાય છે. આ ગાય ગુજરાતમાંથી 50,000 થી 60,000માં ખરીદી શકાય છે. તેની વાછરડી 30 થી 35 હજાર રૂપિયામાં મળશે.

પશુપાલકો તેમની આવકમાં વધારો કરી શકે છે

પશુપાલન ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ગીર ગાયનો દૂધ આપવાનો સમયગાળો લગભગ 300 દિવસનો છે. આ રીતે, તે એક સિઝનમાં 2000 લિટરથી વધુ દૂધ આપે છે. શરૂઆતના દિવસોમાં તે 7-8 લિટર દૂધ આપે છે, જ્યારે પીક સમયે તે 12થી 15 લિટર સુધી જાય છે. અન્ય ગાયોની સરખામણીમાં તે ખૂબ જ ફાયદાકારક છે. ખેડૂતો ગીર ગાયના દૂધ અને તેની બનાવટોમાંથી તેમની આવક વધારી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

વધતી જતી લોકપ્રિયતા

ગીર ગાય મૂળ ગુજરાતની છે, પરંતુ હવે અન્ય રાજ્યોમાં પણ તેની લોકપ્રિયતા વધી રહી છે. રાજસ્થાન, હરિયાણા અને યુપીના પશુપાલકોએ પણ તેને ઉછેરવાનું શરૂ કર્યું છે. કારણ કે તેનું દૂધ અને ઘી ખૂબ મોંઘા ભાવે વેચાય છે. પશુ નિષ્ણાતોના મતે, જો તમે તેને સૂકો, લીલો ચારો અને અનાજનું મિશ્રણ ખવડાવો છો, તો તમને વધુ દૂધ મળશે. ગીર ગાયની બે જાતિઓ પ્રખ્યાત છે, સ્વર્ણ કપિલા અને દેવમણી.

પ્રોજેક્ટ ગીર ચિત્ર બદલશે

ગીર ગાયના દૂધમાં સોનાનું પ્રમાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના દૂધમાં વિટામિન ડીની પૂરતી માત્રા હોવાનો દાવો પણ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં આ ગાયોની સંખ્યા ઘણી ઓછી છે. બરસાણામાં માન મંદિરની ગૌશાળામાં લગભગ 55 હજાર ગાયો છે. અહીં પણ ગીર ગાયોને સંવર્ધન માટે લાવવામાં આવી છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગે પ્રોજેક્ટ ગીર શરૂ કર્યો છે. જે અંતર્ગત ગીર જાતિની 400થી વધુ ગાયોને યુપીના વારાણસી લાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા યુપીને દૂધ ઉત્પાદનમાં નંબર વન રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

Published On - 5:12 pm, Tue, 10 May 22

Next Article