ખેડૂતોએ ડાંગર અને બાજરીના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

|

Jun 06, 2021 | 8:34 AM

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ડાંગર અને બાજરીના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
ડાંગરના પાકનું આગોતરું આયોજન કેવી રીતે કરવું

Follow us on

ચાલુ માસમાં એટલે કે, જુનમાં ખરીફ (Kharif) સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકોની વાવણી કરશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

ડાંગર
1. ડાંગર માટે “શ્રી” પદ્ધતિ અપનાવો.

2. વહેલી પાકતી જાત ઓરણ માટે : જી.આર.-૫, ૮, ૯, આઈ-આર-૨૮, જી.આર-૧૭ ( સરદાર), એન.વી.એસ.આર.-૩૯૬

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

3. ઓરાણ માટે: સાંઠી-૩૪, ૩૬, જીઆર- ૩, ૫, ૮, ૯, અંબિકા, રત્ના, આઈઆર-૨૮ , જી.આર-૧૬ (તાપી)

4. ફેર રોપણ માટે : જી.આર-૪, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૩, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૯૪, ગુર્જરી, એસએલઆર – ૫૧૨૧૪, દાંડી.

5. મોડી મધ્યમ પાકની જાત : જી.આર-૧૧, ૧૩, જયા ગુર્જરી, આઇ.આર.-૨૨, જી.આર-૧૫

6. ક્ષારીય જમીનની જાત : દાંડી, જી.એન.આર-૨, ૩, ૪

7. મોડી પાકની જાતો : મસુરી, જી.આર.૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, નર્મદા

8. બિયારણ ૫ ગ્રામ બાવિસ્ટીન પાવડરમિલાવેલ બિયારણને ભીના કંતાનમાં બાંધીને ૨૪ કલાક માટે છાયાવાળી જગ્યા અથવા ઘરમાં અંકુરણ માટે મૂકી દેવું.

9. સૂકી બીજ માવજત : ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ કાર્બેન્ડાઝીમ-૨૫ એસ.ડી. અથવા થાયરમ દવાનો બીજને પટ આપવો.

10. ભીની બીજ માવજત : ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીન દવાના દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.

11. ૭ થી ૧૪ દિવસની ઉંમરનાં ધરૂમાં બે પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે.

12. રોપણી વખતે પાયામાં ઝિંક સલ્ફેટ આપવું હિતાવહ છે.

13. ખાતર : ૧૨૦-૩૦-૦૦ નાં.ફો.પો.

બાજરી

1. મોડી પાકતી પાકની જાત : જીએચબી-પપ૮, ૭૩ર

2. મધ્યમ પાકતી પાકની જાત : જીએચબી-૭૪૪, ૯૦પ

3. વહેલી પાકતી પાકની જાત : જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭

4. ખાતર : હેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article