ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા અને ફળ પાકમાં લેવાની કાળજીઓની માહિતી

|

Aug 10, 2021 | 10:51 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા અને ફળ પાકમાં લેવાની કાળજીઓની માહિતી
બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા અને ફળ પાકમાં રોપણી બાદ કેવી કાળજીઓ રાખવી.

બાગાયત

1. ધનિષ્ઠ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડાથી નોંધ પાત્ર વધારે ઉત્પાદનો મળ્યા છે. આ ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને આર્થિક રીતે ફાયદો થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2. દરેક ફળ ઝાડને સમયસર સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો આપવા જોઈએ.

3. ક્યા ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળ પાકની જાત, ઝાડની ઉંમર તથા જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. જે માટે ચોમાસામાં લીલો પડવાશ કરવો સલાહ ભરેલ છે.

4. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તે આપી જમીનમાં ભેળવી દેવું.

5. પુખ્ત વયના ફળ પાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સે.મી. પહોળી અને ૧૫ સે.મી. ઊંડી ચર બનાવી ચરમાં ભલામણ મુજબ ખાતરો આપવા.

6. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આઉણપ વધુ જોવા મળે છે.

7. જે માટે ઝાડ પર વર્ષમાં એકથી બે વાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે.

8. ખાતર અંગેની તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.

ફળપાકની જાત, રોપણી અને રોપણી બાદની કાળજીઓ

1. ભલામણ મુજબની જ જાત અપનાવી.

2. વરસાદ થયેથી ભલામણ મુજબના ખાતરો આપી દેવા.

3. મૂળકાંડ ઉપરથી ફૂટેલ નવી કુંપળો દુર કરવી.

4. વૃદ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી છાંટણી કરવી.

5. દેશી ખાતરની અવેજીમાં લીલો પડવાશનો ઉપયોગ કરી શકાય.

6. ફળ પાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.

7. કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમ તાપના રક્ષણ માટે વાડોલીયુ બનાવવું.

8. વરસાદ ખેંચાય ત્યારે ૮ થી ૧૦ દિવસે પિયત આપવું.

9. વરસાદ દરમ્યાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.

10. છોડ ફરતે સમયાંતરે ગોડ તથા નિંદામણ કરવું.

11. પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ–જીવાત સામે સમયસર પગલા લેવા.

12. ઉપરોક્ત તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરીને વર્ષના 10 કરોડની કમાણી કરી શકે છે ખેડૂત

આ પણ વાંચો : પારંપરિક પદ્ધતિમાં આવશે બદલાવ, મકાઈના સ્ટાર્ચમાંથી બનશે પ્લાસ્ટિક

Next Article