75 હેક્ટર જમીનમાં 100 ખેડૂતો કરશે બિયારણનું ઉત્પાદન, 2300 ક્વિન્ટલ બિયારણ થશે તૈયાર

|

Nov 01, 2023 | 1:26 PM

ખેડૂતો સિંચાઈના અભાવે પરંપરાગત પાકની વાવણી કરી શકતા નથી. તેથી હવે ખેડૂતોને બીજ ઉત્પાદન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ યોજનાની શરૂઆત રવિ સિઝનમાં થવાની છે. બીજ ઉત્પાદન કેન્દ્રો તરીકે બે ગામની પસંદગી કરવામાં આવી છે. આ ગામના 100 ખેડૂતો 75 હેક્ટર જમીનમાં ઘઉં અને મસૂરની દાળનું ઉત્પાદન કરશે.

75 હેક્ટર જમીનમાં 100 ખેડૂતો કરશે બિયારણનું ઉત્પાદન, 2300 ક્વિન્ટલ બિયારણ થશે તૈયાર
Wheat Seed

Follow us on

ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે. હવામાનમાં થતા ફેરફારને કારણે ખેતીને ઘણી અસર થઈ રહી છે. મોટાભાગના ખેડૂતો ખરીફ સિઝનમાં પાકની વાવણી કરે છે. રવિ પાકની વાવણી દરમિયાન પણ ઘણી વખત વરસાદની શક્યતા રહે છે. કેટલીક વખત ખરીફ દરમિયાન વરસાદની રાહ જોવી પડે છે. આ પ્રકારની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેતી પ્રણાલીમાં ફેરફાર માટે જુદી-જુદી યોજના દ્વારા ખેડૂતોને જાગૃત કરી રહી છે.

રવી સિઝન માટે ઘઉં અને દાળના સીડ તૈયાર કરવામાં આવશે

બિહાર સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને બિયારણમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના માટે બિહારના નાલંદા જિલ્લાના ખેડૂતોને સીડ પ્રોડકશન માટે જાગૃત કરવા માટે સીડ હબ સ્કીમ શરૂ કરવામાં આવી છે. રવી સિઝન માટે ઘઉં અને દાળના સીડ તૈયાર કરવામાં આવશે. વાતાવરણમાં આવતા બદલાવની સાથે કૃષિ સિસ્ટમમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.

આ યોજનાની શરૂઆત રવિ સિઝનમાં થશે

ખેડૂતો સિંચાઈના અભાવે પરંપરાગત પાકની વાવણી કરી શકતા નથી. તેથી હવે ખેડૂતોને બીજ ઉત્પાદન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ યોજનાની શરૂઆત રવિ સિઝનમાં થવાની છે. બીજ ઉત્પાદન કેન્દ્રો તરીકે બે ગામની પસંદગી કરવામાં આવી છે. આ ગામના 100 ખેડૂતો 75 હેક્ટર જમીનમાં ઘઉં અને મસૂરની દાળનું ઉત્પાદન કરશે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

300 ક્વિન્ટલ મસૂરના બીજનું ઉત્પાદન થશે

આ યોજના અંતર્ગત અંદાજે 2300 ક્વિન્ટલ બિયારણ તૈયાર કરવામાં આવશે. 25 હેક્ટર જમીનમાં લગભગ 300 ક્વિન્ટલ મસૂરના બીજનું ઉત્પાદન થશે અને 50 હેક્ટર જમીનમાં 2000 ક્વિન્ટલ ઘઉંના બીજનું ઉત્પાદન થશે.

આ પણ વાંચો : ફૂલોની ખેતી પર મળશે 70 ટકા સુધીની સબસિડી, ખેડૂતો તેની ખેતી કરીને કરી શકશે લાખો રૂપિયાની કમાણી

રાજ્ય સરકાર રવિ સિઝનમાં મકાઈના 100 ટકા હાઇબ્રિડ બીજ, ઘઉંના 36 ટકા, તેલીબિયાંના 40 ટકા અને કઠોળના 40 ટકા હાઇબ્રિડ બીજનું વાવેતર કરવાની તૈયારી કરી રહી છે. આ સ્કીમ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે છે. તેના માટે ખેડૂતોને બિયારણ પર સબસિડી અને અન્ય સુવિધાઓ આપવાની પહેલ છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article