PM Kisan Mitra Yojana: માત્ર ખેતી પર નિર્ભર નહીં રહેવું પડે ખેડૂતોએ, આ યોજનાથી મળશે અનેક લાભ

|

Dec 08, 2021 | 11:55 AM

ગામડાઓમાં જ્યારે મોટા શહેરોમાંથી લોકો તેમના ગામ તરફ આવતા હતા ત્યારે આ સમસ્યા વધુ વકરી હતી. જેની અસર ખેડૂતોને પણ થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે અન્ય રોજગાર શરૂ કરવા માટે કિસાન મિત્ર યોજના શરૂ કરી છે.

PM Kisan Mitra Yojana: માત્ર ખેતી પર નિર્ભર નહીં રહેવું પડે ખેડૂતોએ, આ યોજનાથી મળશે અનેક લાભ
Farmer (File Photo)

Follow us on

ખેડૂતો(Farmers)ની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર (Central Government)અને રાજ્ય સરકારો (State Government)દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેથી તેમને માત્ર ખેતી પર નિર્ભર ન રહેવું પડે. કોરોના મહામારી (Corona epidemic)ને કારણે ઘણા લોકોના વ્યવસાય બંધ થઈ ગયા છે અને ઘણા લોકોને નોકરી ગુમાવવી પડી છે.

ગામડાઓમાં જ્યારે મોટા શહેરોમાંથી લોકો તેમના ગામ તરફ આવતા હતા ત્યારે આ સમસ્યા વધુ વકરી હતી. જેની અસર ખેડૂતોને પણ થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને સરકારે અન્ય રોજગાર શરૂ કરવા માટે કિસાન મિત્ર યોજના (PM Kisan Mitra Yojana) શરૂ કરી છે.

આ યોજનામાં જોડાવાથી ખેડૂતો પશુપાલન (Animal Husbandry), ડેરી, બાગાયત (Horticulture) અને અન્ય કામો શરૂ કરીને પોતાની આવકનું સાધન બનાવી શકે છે. આ યોજના રાજ્ય સ્તરે શરૂ થઈ છે. ખેડૂત ભાઈઓ જે પણ રાજ્યના રહેવાસી હોય ત્યાંથી આ યોજનાનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ કે ખેડૂતો આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

ખેડૂત તે રાજ્યનો વતની હોવો જોઈએ
ખેડૂત પાસે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ
આધાર કાર્ડ
ઓળખપત્ર
બેંક એકાઉન્ટ
રહેઠાણનો પુરાવો
મોબાઇલ નંબર
જમીનના દસ્તાવેજો

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના ખેડૂતો માટે તો સારી છે. આ સાથે એવા લોકો માટે પણ એક સારી તક છે જેઓ કોરોનાને કારણે બેરોજગાર થઈ ગયા છે અને શહેર છોડીને ગામમાં જ કોઈ કામની શોધમાં છે. આ લોકો પણ આ યોજનામાં જોડાઈને સારો લાભ લઈ શકે છે.

આ યોજનાના લાભો

ખેડૂતોએ માત્ર આવક માટે ખેતી પર આધાર રાખવો પડશે નહીં.
ખેડૂતોની આવક પણ વધશે જેથી તેઓ લોન લેવાનું ટાળી શકશે.
ખેડૂતો આત્મનિર્ભર અને સમૃદ્ધ થશે.
રાજ્ય સરકારો ખેડૂતોને તકનીકી તાલીમ પણ આપશે જેથી ખેડૂતો અન્ય લોકોને પણ પ્રેરણા આપી શકે.

આ પણ વાંચો: Technology News: Gmail પર આવ્યું આ ખાસ ફીચર ! ગૂગલ ચેટથી સરળતાથી થઈ શકશે Video અને Audio કોલિંગ

આ પણ વાંચો: PM Kisan Yojana: 10મો હપ્તો મેળવનારનું લીસ્ટ તૈયાર, આ રીતે ચેક કરો તમારૂ નામ

Next Article