ખેડૂતોએ શાકભાજી અને ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Aug 12, 2023 | 12:35 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ શાકભાજી અને ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Vegetables Crops

Follow us on

ખરીફ સિઝનમાં ખેડૂતો (Farmers) જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શાકભાજી (Vegetables Crop) અને ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

વેલાવાળા શાકભાજી

1. તલછારોનાં નિયંત્રણ માટે પાક ૪૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ ૧૦લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.

2. આ ભૂકી છારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રામ/૧૦ લી) અથવા ડીનોકેપ (૧૦ મિ.લી/૧૦ લી) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લી/૧૦ લી(અથવા કાર્બેન્ડાઝીમ(૫ ગ્રામ / ૧૦ લી) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ભીંડા: મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪ નાં ૧ ટકાના દ્રાવણનો ૪૦,૬૦,૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવો.

બાગાયત: ધનીષ્ટ પદ્ધતિમાં વાવેતરનાં અંતરો ઘટાડતાથી નોંધ પાત્ર વધારો ઉત્પાદનો મળ્યા છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ, વિગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક રીતે ફાયદો થાય છે.

દાડમ

1. દાડમની રૂબી, મૃદુલા, ગણેશ, ભગવા જાતનું વાવેતર કરો.

2. સુક્ષ્મ તત્વોની ઉણપથી તેની ગુણવત્તા, કદ, સ્વાદ, પરિપક્વતા, રોગ પ્રતિકારક શક્તિ, કદ જાળવણી વગેરે ઉપર અસર થાય છે.

3. ખેતિમાં જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરેનો પાકની સ્થિતિને ધ્યાને રાખી ઉપયોગ કરો.

નાળીયેરી: ખરી પડતા અટકાવવા પાનક્થીરી જીવાતનું નિયંત્રણ કરવું પડે તે માટે લીમડા આધારિત દવાનું મૂળ શોષણ પધ્ધતિ દ્રારા ૨ માસ અંતરે ૨ કે ૩ વાર આપવું.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કપાસના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

પપૈયા

1. પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતેબોર્ડોપેસ્ટ લગાવો વધુમાં કોપર ઓકઝીકલોરાઈડના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું.

2. પપૈયાના ધરૂ માટે પોલીકમશેડ નેટ હાઉસમાં ઉછેર કરવો.

3. પાનનો કોકડવા / પચરંગીયો / રીંગ સ્પોટ વાયરસનાં નિયંત્રણ માટે માટેલીમડાનું તેલ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

લીંબુ

1. લીંબુના કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મિલી/૧૦લી. પાણીમાં નાખી છંટકાવ કરવો.

2. થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટેબોર્ડોપેસ્ટ થડને ફરતે લગાવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article