Banana Farming: ટીશ્યુ કલ્ચરમાંથી કેળાના રોપા તૈયાર કરીને ખેડૂતો કરે છે અઢળક કમાણી, જાણો ખેતીની સમગ્ર રીત

|

Jan 24, 2022 | 7:45 AM

કેળાની સીઝન ક્યારેય પૂરી થતી નથી. તે દરેક ઋતુમાં ઉપલબ્ધ ફળ છે. આ જ કારણ છે કે ખેડૂતોમાં કેળાની ખેતી ખૂબ જ લોકપ્રિય છે. હવે ખેડૂતો ટીશ્યુ કલ્ચરથી કેળા ઉગાડી રહ્યા છે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.

Banana Farming: ટીશ્યુ કલ્ચરમાંથી કેળાના રોપા તૈયાર કરીને ખેડૂતો કરે છે અઢળક કમાણી, જાણો ખેતીની સમગ્ર રીત
Banana Farming - File Photo

Follow us on

ભારતના ખેડૂતો મોટાપાયે કેળાની ખેતી (Banana Farming) કરે છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કેળાની ખેતી થાય છે. આ ફળની માંગ આખા વર્ષ દરમિયાન રહે છે. અનેક ગુણોથી ભરપૂર કેળાનો ઉપયોગ ફળ અને શાક તરીકે થાય છે. તે જ સમયે પ્રોસેસિંગની સુવિધાને કારણે ખેડૂતો હવે તેમાંથી અન્ય ઘણા ઉત્પાદનો બનાવી રહ્યા છે. જેના કારણે તેમની કમાણી વધી રહી છે. આ જ કારણ છે કે હવે કેળાના છોડને અદ્યતન ટેક્નોલોજીથી તૈયાર કરીને તેનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે. આવી જ એક ટેકનિક છે ટિશ્યુ કલ્ચર.(Tissue Culture) તેનો પાક સારો મળી રહ્યો છે અને ખેતીનો ખર્ચ પણ ઓછો આવી રહ્યો છે.

કેળાની સીઝન ક્યારેય પૂરી થતી નથી. તે દરેક ઋતુમાં ઉપલબ્ધ ફળ છે. આ જ કારણ છે કે ખેડૂતોમાં કેળાની ખેતી ખૂબ જ લોકપ્રિય છે. હવે ખેડૂતો ટીશ્યુ કલ્ચરથી કેળા ઉગાડી રહ્યા છે. જે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આ પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા છોડ એકસરખા અને સમાન કદના હોય છે. આમાં રોગની શક્યતા ઓછી હોય છે અને આખો પાક એક સાથે તૈયાર થઈ જાય છે.

ટીશ્યુ કલ્ચર વડે રોપેલા છોડની ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે

ઓછા રોગોને કારણે ટીશ્યુ કલ્ચર દ્વારા ઉગાડવામાં આવતા છોડની ખેતીનો ખર્ચ ઓછો થાય છે. તમે આ પ્રકારના છોડને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા બાયોટેક કંપનીઓ પાસેથી ખરીદી શકો છો. રોપાઓ ખરીદ્યા પછી વાવેતર કરવામાં આવે છે. આ માટે 50 સેમી લાંબા, 50 સેમી પહોળા અને તેટલા જ ઊંડા ખાડાઓ બનાવવા પડશે. આમાં, ખાતર અને અન્ય પોષક તત્વો ઉમેર્યા પછી રોપાઓ રોપવામાં આવે છે. છોડ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું યોગ્ય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેળાના પાક પર જંતુઓનો હુમલો ખૂબ જ ઝડપથી થાય છે. આ સ્થિતિમાં ખેડૂતો વિવિધ તબક્કે જંતુનાશક દવાનો છંટકાવ કરતા રહે છે. કેળાને વધુ પાણીની જરૂર છે. તેથી પાણી આપવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. શિયાળામાં 10થી 15 દિવસ અને ઉનાળામાં 4થી 7 દિવસ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.

કેળાને યોગ્ય માત્રામાં ખાતરની જરૂર હોય છે. દરેક છોડને 3 થી 4 તબક્કામાં 300 ગ્રામ નાઈટ્રોજન, પોટાશ અને 100 ગ્રામ ફોસ્ફેટ આપવાથી ઉત્પાદન વધુ સારું છે. 14 મહિના પછી કેળાનો પાક તૈયાર થાય છે. એક ઝાડ લણણી વખતે 25 થી 30 કિલો ફળ આપે છે. એક હેક્ટરમાં ખેડૂતોને 6 થી 7 ટન ફળ મળે છે.

આ પણ વાંચો : Punjab Election 2022: પંજાબ ચૂંટણી માટે નામાંકન 25 જાન્યુઆરીથી થશે શરૂ, નામ પરત લેવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી

આ પણ વાંચો : Manipur Election 2022: CM બિરેન સિંહનો દાવો- BJPને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે

Published On - 7:26 am, Mon, 24 January 22

Next Article