ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે બમ્પર ઉત્પાદન

|

Jan 13, 2024 | 12:38 PM

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે બમ્પર ઉત્પાદન
Spice Crops

Follow us on

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા મરી મસાલાના પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ધાણા-જીરૂના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ

1. મોલોમશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2. ભૂકીછારાના રોગના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક ૮૦% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા ૩૦૦ મેશનો ગંધક પાવડર હેકટરે ૧૫ થી ૨૦ કિલોગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. જીરૂમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વેટેબલપાવડર ૨૫ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.

4. ધાણામાં દેહધાર્મિક પરીપક્વાતાએ કાપણી કરવી. છોડને છાંયડામાં સુકાવવા અથવા ખેતરમાં ઉંધા સુકાવવા. પાંકા ખળામાં ધીમી ગતિએ ચાલતા થ્રેસરનો ઉપયોગ કરવો, ઝુડણી માટે પશુનો ઉપયોગ ટાળવો.

આ પણ વાંચો : ખેડૂતોએ કેળ અને દાડમના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા, પાક ઉત્પાદનમાં થશે વધારો

હળદર અને કાળીજીરીના પાકમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ

1. દક્ષીણ ગુજરાતના ખેડૂતોએ જી.એન.ટી.-૧ નું વાવેરત કરવું.

2. સફેદમાખીનાં નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article