ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે કઠોળ અને ઘાસચારાના પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. મગ : ગુજરાત મગ- ૮૫૧, ગુ.મગ- ૩, ૪ અને મેહા ૫ જી.એફ.સી. ર, જી.એફ.સી. ૪ અને ઈ.સી. ૪ર૧૬ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી. બીજ દર ૨૦ થી ૨૫ કિ.ગ્રા./હે. રાખવો.
2. નાઈટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે બીજને અનુક્રમે રાઈઝોબીમ અને ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા કલ્ચરની માવજત આપવી.
3. ખાતર : ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને૨૦ કિ.ગ્રા. સલ્ફર ખાતર હેકટરે પાયામાં આપવું.
4. અડદ : ગુજરાત અડદ-૧, ટીપીયુ-૪ અથવા ટી-૯ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી. દક્ષીણ અને મધ્યમ ગુજરાતમાં જી.યુ.-૩(અંજની) જાતની ભલામણ કરવામાં આવે છે.
5. ચોળી : પૂસા ફાલ્ગુની, ગુજરાત ચોળી – ૧, ૨, ૪, ૫ પૈકી કોઇપણ એક જાતની પસંદગી કરવી.
આ પણ વાંચો : ખેડૂતો શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો, ઉત્પાદનમાં થશે વધારો
1. ઉનાળામાં ઘાસચારનાં પાકમાં નેપિયર ઘાસ એનબી-૨૧, સીઓ-૧, એપીબીએન-૧ અને મકાઈમાં આફ્રિકન ટોલ નું વાવેતર કરો.
2. ગુજરાત આણંદ ઘાસચારા જુવાર -૧૨ નું વાવેતર કરો.
3. રજકા બાજરી માટે જાયન્ટ બાજરી, રજકા બાજરી, એલ-૭૨,૭૪, ગુ.ધા. બાજરી-૧નું વાવેતર કરો.
4. જુવાર માટે એક કાપણી : એસ-૧૦૪૯, સી-૧૦-૨, જીએફએસ-૩, ૪, ૫ ગુ.આ.ધા. જુવાર – ૧૧.
5. બહુકાપણી : એમપી ચારી, એસએસજી-૫૯-૩, પાયોનિયર-એક્સ-૯૮, ૮ હરાસોનાનું વાવેતર કરો.
6. મકાઈ માટે ગંગા સફેદ-૨, ગંગા-૫, પાયોનિયર હાઈબ્રીડ, વિજય કંપોઝીટ, વિક્રમ કંપોઝીટ, ફાર્મ સમેરી, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ -૧, ૨, ૩, ૪નું વાવેતર કરો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી