ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
નાળીયેરી : નાળીયેરીમાં સંકર જાતો વિકસાવવામાં આવેલી છે. તેમાં ડીટી તેમજ તીડી હાઇબ્રીડ જાતો દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે વધુ ડીસેમ્બર અથવા જાન્યુઆરી વાવેતર કરવું અનુકુળ છે.
આંબા : મધીયાના નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો સાયપરમેથ્રીન ૧૦ ટકા ઈ.સી. ૪ મી.લી. અથવા ફેનવાલેટર ૨૦ ટકા ઈ.સી., ૫.૪ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. આ ઉપરાંત ભૂકી છારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક ૮૦ પાવડર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ(કેરેથીન) ૬ મી.લી. અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
જામફળ : ફળો ઉતારી લીધા બાદ પાક પૂરો થયે ઝાડને આરામ આપવો. છાલ કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે હંગાર સાફ કરી ૧૦ લીટર પાણીમાં કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી.નું દ્રાવણ ઝાડના થડ ફરતે છાલમાં છાંટવું કે કેરોસીનનું પોતું પૂરી કાણા ચીકણી માટીથી બંધ કરવા.
આ પણ વાંચો : ખેડૂતો ડુંગળી અને લસણના પાકમાં વધારે ઉત્પાદન લેવા રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
પપૈયા : જૈવિક નિયંત્રણ ટ્રાઈકોડર્માં આધારિત કલ્ચર છાણીયા ખાતરમાં મિશ્ર કરી થડની ફરતે જમીનમાં આપવું. થડ ફરતે જમીનની ૪૦ થી ૫૦ સે.મી. ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાવવી.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી