Alphonso Mango: કુદરતી આફતોએ બગાડ્યું સૌથી મોંઘી ભારતીય કેરીનું સ્વાસ્થ્ય, કિંમત પર પડી શકે છે અસર

|

Mar 16, 2022 | 8:06 AM

ઉત્પાદન ઘટવાથી કેરીના ભાવ પર અસર પડી શકે છે. હાલમાં બજારમાં અમુક જગ્યાએ હાફુસ આવવાની શરૂઆત થઈ છે, પરંતુ જોઈએ તેટલી આવક થતી નથી. જેના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

Alphonso Mango: કુદરતી આફતોએ બગાડ્યું સૌથી મોંઘી ભારતીય કેરીનું સ્વાસ્થ્ય, કિંમત પર પડી શકે છે અસર
Alphonso Mango
Image Credit source: File Photo

Follow us on

કુદરતના પ્રકોપને કારણે આ વર્ષે બાગાયતી પાકોને સૌથી વધુ અસર થઈ છે. કમોસમી વરસાદ (Unseasonal rain), અતિવૃષ્ટિ અને અતિશય ઠંડીના કારણે દ્રાક્ષ અને કેરીની ખેતીને માઠી અસર થઈ છે. ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પ્રખ્યાત હાફુસ કેરી (Alphonso Mango)પણ આનાથી બાકાત નથી. કેરીનો રાજા કહેવાતા હાફુસની સમગ્ર દેશમાં માગ છે. પરંતુ આ વખતે કુદરતની મારને કારણે ઓછો પાક આવ્યો હતો.જેમાં વિલંબ થયો છે. ઉત્પાદન ઘટવાથી કેરીના ભાવ પર અસર પડી શકે છે. હાલમાં બજારમાં અમુક જગ્યાએ હાફુસ આવવાની શરૂઆત થઈ છે, પરંતુ જોઈએ તેટલી આવક થતી નથી. જેના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

કેરી ઉત્પાદકો કેમ ચિંતિત છે?

કોંકણમાં કેરીનું ઉત્પાદન ત્રણ તબક્કામાં થાય છે. તે જાન્યુઆરી મહિનાથી શરૂ થાય છે પરંતુ કેરી ઉત્પાદકોને આ વર્ષની શરૂઆતથી પ્રકૃતિની અનિયમિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. શરૂઆતમાં કેરીનો મોર પડી ગયો. ત્યાર બાદ ખેડૂતોએ કરાનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે કેરીની જાળવણી યોગ્ય રીતે થઈ શકી નથી. જેની નકારાત્મક અસર જોવા મળી રહી છે.

કેટલી કેરી બજારમાં પહોંચી

આ વર્ષે કેરી બજારમાં આવવાનો સમય આવી ગયો છે. તે ઘણાબધા બજારોમાં દેખાય છે પરંતુ, આવક ખૂબ જ ઓછી છે. કેટલીક જગ્યાએ કેરીનો માલ મોડો પહોંચી શકે છે. તે જ સમયે, મુંબઈના બજારમાં તેનું આગમન શરૂ થઈ ગયું છે. પ્રતિકૂળ સંજોગો છતાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં હાફુસના એક લાખ બોક્સ વાશી બજારમાં પહોંચ્યા છે. તેમજ ગલ્ફ દેશોમાં 10,000 બોક્સની નિકાસ કરવામાં આવી છે. જેમાં દુબઈ, ઓમાન અને કુવૈતનો સમાવેશ થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેરી ઉત્પાદક ખેડૂતો વળતરની માગ કરે છે

કુદરતના કહેરના કારણે બાગાયતી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ખેડૂતો વળતરની પણ માગ કરી રહ્યા છે. આબોહવા પરિવર્તનના કારણે કેરી ઉત્પાદકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, રત્નાગીરીના ખેડૂતોનું કહેવું છે કે આ વખતે હાફુસ કેરીના વેચાણમાંથી ખર્ચ પણ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. કેરી ઉત્પાદકો હવે ખેડૂતો સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું નિવેદન, આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે

આ પણ વાંચો: આજે પંજાબના મુખ્યમંત્રી તરીકે Bhagwant Mann શપથ લેશે, સમારંભમાં ત્રણ લાખથી વધુ લોકો હાજર રહી શકે છે

Next Article