સુરત : દક્ષિણ ગુજરાતના (South Gujarat) શેરડી પકવતા ખેડૂતોની (Farmers) આતુરતાનો અંત આવતો હોઈ તેમ તમામ સુગર મિલોએ (Sugar mills) શેરડીના (Sugarcane) ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતા તમામ સુગરોએ 200થી 300 રૂ. ભાવ વધારો જોવા મળ્યો હતો.
આવક વેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાંકીય વર્ષ 31મી માર્ચ કરી દેવાયું હતું. કોરોના કાળ અને નાણાંકીય વર્ષ લઇને આ વખતે 31મી માર્ચ બદલે બીજી એપ્રિલ નક્કી કરાઈ હતી. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 3200 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જે ગત વર્ષે 3150 રૂ. નક્કી કરાઈ હતી. જેથી આજે તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા હતા.
છેલ્લા બે વર્ષમાં કોરોના કાળને લઈ સુગરમાં બગાસ ,મોલસીસ સહિતની બાય પ્રોડક્ટના ઉત્પાદન અમે સારા ભાવો મળતા સુગરને ફાયદો થયો હતો. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ ખાંડ નિકાસ સબસીડી જમા કરી દેવામાં આવતા ઉત્પાદનમાં વધારો સાથે સુગરની આર્થિક સધ્ધરતા પણ વધી હતી. અને જેની અસર આજે પડેલા ભાવમાં જોવા મળી હતી. અને ગત વર્ષ કરતા 200 થી 300 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો.
તમામ સુગર મીલોમાં આજે શેરડીના ટન દીઠ પ્રથમ ભાવોની વાત કરી એ તો. સૌથી વધુ ગણદેવી સુગરએ 3361 રૂ . ભાવ જાહેર કર્યા હતા. તેમજ બારડોલી સુગર એ-3203 રૂપિયા. , મઢી સુગરએ 2850રૂપિયા . , ચલથાણ સુગર એ – 2906 રૂપિયા , કામરેજ સુગરએ 2727 રૂપિયા. , સાયણ સુગરએ 3031 રૂપિયા. , મહુવા સુગરએ 2850 – રૂપિયા જાહેર કર્યા હતા.
આ પણ વાંચો :
Published On - 7:13 pm, Sat, 2 April 22