Agriculture: ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા કૃષિ મંત્રાલયે એગ્રી બજાર સાથે કરાર કર્યા, ખેડૂતોને મળશે તેનો લાભ

|

Jun 03, 2021 | 3:34 PM

ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. એગ્રી બજાર આ પ્રોજેક્ટમાં કૃષિ મંત્રાલયને મદદ કરશે.

Agriculture: ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા કૃષિ મંત્રાલયે એગ્રી બજાર સાથે કરાર કર્યા, ખેડૂતોને મળશે તેનો લાભ
File Photo

Follow us on

કૃષિ ટેકનોલોજી (Agri Technology) પ્લેટફોર્મ, એગ્રી બજારએ જણાવ્યું હતું કે, તેમણે ગ્રામીણ ભારતમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય કૃષિ મંત્રાલય સાથે સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. એગ્રી બજાર આ પ્રોજેક્ટમાં કૃષિ મંત્રાલયને મદદ કરશે.

કંપનીના નિવેદનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “એગ્રીબજાર સાથેનો એમઓયુ ખેડૂતો માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરશે. કૃષિ ક્ષેત્રને સાથે રાખી આપણે આત્મનિર્ભર અને ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.

કૃષિમાં ડિજિટલ તકનીકોનો સમાવેશ મહત્વપૂર્ણ પગલું

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કૃષિ મંત્રીએ કહ્યું કે ભારતીય ખેડૂતોનો એક વ્યાપક ડેટાબેસ બનાવવો એ એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. આનાથી તેમની આવક વધશે અને તેમને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. નવી ડિજિટલ તકનીકીઓનો સમાવેશ એ ભારતીય કૃષિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

કરાર મુજબ, ડિજિટલ એગ્રીકલ્ચર પ્લેટફોર્મનો વિકાસ અને પ્રોજેક્ટ અંતર્ગત અમલ કરવામાં આવશે, જેમાં રીમોટ સેન્સિંગ ટેક્નોલજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ખેડૂતોને સલાહકાર સેવાઓ પૂરી પાડવી, લણણી પછીની મેનેજમેન્ટ માહિતી, માર્કેટ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.

આ પાયલોટ પ્રોજેક્ટ ત્રણ રાજ્યોમાં શરૂ થશે

કૃષિ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એગ્રી બજાર સાથે જોડાણ કર્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલમાં ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. એગ્રિ બજાર આ દિશામાં કૃષિ મંત્રાલયને સહયોગ કરશે.

કેન્દ્ર સરકાર સતત ખેડૂતોની આવક વધારવા પ્રયાસ કરી રહી છે. આ કડીમાં ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કૃષિ ક્ષેત્રને ટેકનોલોજી સાથે જોડવા માટે કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારત મિશનમાં કૃષિ મંત્રાલય પણ ફાળો આપી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રને સાથે રાખીને આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારતનું સપનું સાકાર થશે.

Next Article