Rooftop Gardening: થોડી મહેનતથી ઘરની છત પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો સરળ રીત

|

May 01, 2022 | 1:49 PM

હવે મોટી સંખ્યામાં લોકો ઘરની છત (Rooftop Gardening) પર બગીચા કરીને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવાની બે રીત છે. ચાલો જાણીએ.

Rooftop Gardening: થોડી મહેનતથી ઘરની છત પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો સરળ રીત
Rooftop Gardening
Image Credit source: Google

Follow us on

બજારમાં ઉપલબ્ધ શાકભાજીને ઉગાડવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી અનેક બીમારીઓનો ખતરો પણ રહે છે. આ સ્થિતિમાં લોકોએ પોતાનો વૈકલ્પિક રસ્તો પણ શોધવાનું શરૂ કરી દીધુ છે. હવે મોટી સંખ્યામાં લોકો ઘરની છત (Rooftop Gardening)પર બગીચા કરીને શુદ્ધ શાકભાજી ઉગાડી રહ્યા છે. ટેરેસ પર ગાર્ડનિંગ દ્વારા વાવેતર કરીને શાકભાજી ઉગાડવાની બે રીત છે. પ્રથમ પદ્ધતિ ઓર્ગેનિક છે, જેમાં શાકભાજીને જમીનની અંદર બોરી, ટ્રે અને ગમલાઓમાં માટી અંદર લગાવામાં આવે છે. તેની વૃદ્ધિ માટે જૈવિક ખાતરનો ઉપયોગ થાય છે. આ સાથે તે છોડને સમયાંતરે સિંચાઈ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

આપને જણાવી દઈએ કે કેટલીક રાજ્ય સરકારો ઘરની છત પર ગાર્ડનિંગ માટે સબસિડી પણ આપે છે. બીજી પદ્ધતિ થોડી અનોખી છે. આને હાઈડ્રોપોનિક ટેકનોલોજી કહેવામાં આવે છે. આ ટેકનિકની ખાસિયત એ છે કે તેમાં છોડ રોપવા માટે માટીની જરૂર પડતી નથી. આમાં પાણીની મદદથી ફળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સિવાય ક્લાઈમેટ કંટ્રોલની જરૂર નથી.

હાઈડ્રોપોનિક ખેતી (Hydroponic Farming) માટે લગભગ 15થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે. આમાં 80થી 85 ટકા ભેજવાળા વાતાવરણમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે. હાઈડ્રોપોનિક ટેક્નોલોજી વડે આપણે પાલક, બટાકા, ટામેટાં, લીલા મરચાં, ફુદીનો, લુફા, ભીંડા જેવાં લીલાં શાકભાજી ખૂબ જ સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ ઉપરાંત તે શાકભાજી પણ આ ટેક્નોલોજી દ્વારા ઉગાડી શકાય છે જે વિદેશી ગણાય છે. માર્કેટમાં આ શાકભાજીના ભાવ પણ ખૂબ ઊંચા છે. બંને રીતે ઉગાડવામાં આવતી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તેનો કોમર્શિયલ રીતે પણ ઉપયોગ કરી શકાય છે. આવા ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે કે જ્યાં તેઓ ઘરની બાલ્કની અને ટેરેસ પર મોટા પાયે શાકભાજી અથવા ફળો વેચીને સારો નફો કમાઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ પણ વાંચો: ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માગ, ભાવ ઘટવાથી ખેડૂતો પરેશાન

આ પણ વાંચો: On This Day: આજના દિવસે 1877માં મજૂર દિવસની ઉજવણીની કરાઈ હતી શરૂઆત, જાણો 1 મેના રોજ ઈતિહાસમાં નોંધાયેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article