Agri Technology : દેશના ખેડૂતો હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે, વાવણી પહેલાં જાણી શકશે પાકના બજાર ભાવ

|

Jun 26, 2021 | 12:45 PM

સાત રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ રાજ્યોના 800 ગામોમાંથી ખેડૂતો અને તેમની ખેતીની જમીનનો ડેટા એકત્રિત કરીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

Agri Technology : દેશના ખેડૂતો હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે, વાવણી પહેલાં જાણી શકશે પાકના બજાર ભાવ
દેશના ખેડૂતો હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે

Follow us on

સરકાર દેશના તમામ નાના મોટા ખેડૂતોને (Farmers) એક મંચ પર જોડવાની તૈયારી કરી રહી છે, જ્યાં તેમને ખેતી અને કૃષિ બજાર વિશે સમયસર માહિતી મળશે. આ સાથે ખેડૂતો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના પાકનું વેચાણ કરી શકશે. આ પ્રોજેક્ટને એગ્રિસ્ટેક (AgriStack) નામ આપવામાં આવ્યું છે. સાત રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ રાજ્યોના 800 ગામોમાંથી ખેડૂતો અને તેમની ખેતીની જમીનનો ડેટા એકત્રિત કરીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટને લઈને નિષ્ણાતોમાં ચિંતા છે કે કરોડો નાના ખેડૂતોનો ડેટા મૂડીવાદીઓના હાથમાં ન આવી જાય. ભારત સરકારનું કૃષિ મંત્રાલય ખેતીને સ્માર્ટ બનાવવા માટે એગ્રિસ્ટેક નામની ડિજિટલ સેવા શરૂ કરવા જઈ રહી છે.

દરેક ખેતીની જમીનને એકમ તરીકે ગણવામાં આવશે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મંત્રાલયના ડિજિટલ એગ્રિકલ્ચરલના પ્રિન્સિપલ જોઇન્ટ સેક્રેટરીના મતે, ખેતીની જમીનને આ પ્રોજેક્ટમાં એક એકમ તરીકે ગણવામાં આવશે. આ તમામ એકમોના ડેટા પોઇન્ટ એગ્રિસ્ટેક સાથે જોડવામાં આવશે. ત્યારબાદ જાહેર અને ખાનગી ક્ષેત્રની સેવાઓ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.

ખેડુતોની આ સમસ્યા દૂર થશે

હાલમાં તેવી કોઈ સિસ્ટમ નથી, જેથી ખેડૂતો પાક ઉગાડતા પહેલા બજારમાં તેમના પાકની માગ વિશે જાણી શકે. જ્યારે સારો વરસાદ પડે ત્યારે બમ્પર પાકની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આવી સ્થિતિમાં અનેક વખત ખેડૂતોને જથ્થાબંધ ભાવોમાં મોટો ઘટાડો સહન કરવો પડ્યો છે. તેથી જ ખેડૂતો હંમેશા તેમના પાકની ચિંતા કરતા હોય છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સરકાર આ પ્રોજેક્ટની શરૂઆત કરી રહી છે.

સરકાર ખેતી સાથે જોડાયેલી દરેક માહિતી આપશે

એગ્રિસ્ટેકમાં બધા ખેડૂતોને એકમ ID આપવામાં આવશે, જે તેમના આધાર નંબર સાથે જોડવામાં આવશે. આ આઈડીમાં ખેડૂતોની જમીનની માહિતી હશે. જમીનની ઉપજ અને ઉગાડવામાં આવતા પાકની માહિતી પણ આમાં શામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી તમામ લાભ ખેડૂતોને મળશે.

Next Article