એક કિલો મશરૂમની કિંમત છે 1.5 લાખ રૂપિયા! આ બિમારીમાં થઈ શકે છે તેનો ઉપયોગ

|

May 20, 2021 | 4:38 PM

વૈજ્ઞાનિકોએ મશરૂમની C. militaris એક પ્રજાતિ વિકસાવી છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે ચાઇનીઝ અને તિબેટીયન હર્બલ દવાઓમાં થાય છે.

એક કિલો મશરૂમની કિંમત છે 1.5 લાખ રૂપિયા! આ બિમારીમાં થઈ શકે છે તેનો ઉપયોગ
મશરૂમની C. militaris એક પ્રજાતિ

Follow us on

મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તેનુ સેવન ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.

કચ્છ સ્થિત Gujarat Institute of Desert Ecology (GUIDE) ના વૈજ્ઞાનિકોએ મશરૂમની C. militaris એક પ્રજાતિ વિકસાવી છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે ચાઇનીઝ અને તિબેટીયન હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળાના નિયંત્રિત વાતાવરણમાં 90 દિવસમાં 350 ગ્રામ ઉપજ આપતા મશરૂમ્સ ઉગાડ્યા છે.

આ મશરૂમની કિંમત એક કિલોગ્રામના રૂ.1.50 લાખ છે. સ્તન કેન્સરની સારવારમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ મશરૂમ્સની ખેતી કરવા માટે નજીવી ફી પર તાલીમ આપવાનું પણ તેઓએ નક્કી કર્યું છે. C. militaris હિમાલયન ગોલ્ડ તરીકે ઓળખાય છે. તેમાં ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે અને તે જીવનશૈલીની સંબંધિત બીમારીઓને અટકાવી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સંસ્થાએ આ મશરૂમના વિવિધ તત્વનો વિગતવાર અભ્યાસ કર્યો છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મશરૂમના અર્ક સ્તન કેન્સરની ગાંઠમાં ઘટાડો થવાના સંદર્ભમાં નોંધપાત્ર પરિણામો પ્રદાન કરી શકે છે. સંસ્થાએ મનુષ્ય પર ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પરવાનગી માંગી છે.

ભારતીય પરિસ્થિતિઓમાં આ પ્રજાતિના એન્ટી-વાયરલ અને કેન્સર વિરોધી ગુણધર્મોનું પરીક્ષણ કરવાની યોજના છે. આ પોષક મશરૂમને ઔષધીય પૂરક તરીકે લોકો માટે ઉપલબ્ધ બનાવી શકાય છે.

Next Article