આ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ થયા, 17,000 ખેડૂતોને ફાયદો થશે અને 3,100 લોકોને મળશે રોજગારી

|

Sep 12, 2021 | 8:10 PM

આ પ્રોજેક્ટથી ખેડૂતોને ફાયદો થશે જ પરંતુ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જાશે. મંત્રાલય અનુસાર, લગભગ 17,000 ખેડૂતોને આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે અને 3,100 લોકોને રોજગારી મળશે.

આ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ થયા, 17,000 ખેડૂતોને ફાયદો થશે અને 3,100 લોકોને મળશે રોજગારી
ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા

Follow us on

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે (Food Processing Industry Ministry) 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. તેનાથી ખેડૂતોને (Farmers) ફાયદો થશે જ પરંતુ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ભી થશે. મંત્રાલય અનુસાર, લગભગ 17,000 ખેડૂતોને આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે અને 3,100 લોકોને રોજગારી મળશે.

ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉજવવામાં આવતા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય 6 સપ્ટેમ્બર 2021 થી 12 સપ્ટેમ્બર 2021 સુધી ફૂડ પ્રોસેસિંગ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત મંત્રાલય દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી પશુપતિ કુમાર પારસ અને રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.

કુલ 165 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ શરૂ થયા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ 7 પ્રોજેક્ટ્સની કુલ કિંમત લગભગ 164.46 કરોડ રૂપિયા છે. મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ્સ માટે 27.99 કરોડ આપવામાં આવ્યા છે. આ સાથે, આ તમામ પ્રોજેક્ટ્સ દ્વારા 3,100 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મળશે અને 17,000 ખેડૂતોને તેનો લાભ મળશે.

આ પ્રસંગે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું કે હું આ પ્રોજેક્ટ્સના પ્રમોટરોને અદ્યતન પ્રોસેસિંગ સુવિધાઓ વિકસાવવા માટે પ્રશંસા કરવા માંગુ છું, જે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસમાં એક સીમાચિહ્ન સાબિત થશે. આ પ્રદેશોના ખેડૂતો, ઉત્પાદકો, પ્રોસેસરો અને ગ્રાહકોને લાભ થશે.

સમારોહને સંબોધતા રાજ્ય મંત્રીએ કહ્યું કે જો વધારાના પાક ઉત્પાદનોની સ્થાનિક સ્તરે પ્રોસેસિંગ કરવામાં આવે તો તે એક આદર્શ પરિસ્થિતિ હશે અને દરેકને તેનો લાભ મળશે. આ સાથે, પ્રમોટરો સાથે વાત કરતી વખતે, તેમણે કહ્યું કે અમારા ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવવા માટે, અમારી બ્રાન્ડની હાજરી એકદમ જરૂરી છે, આ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

આ સાથે, પંજાબના ભટિંડા જિલ્લામાં ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ મંત્રાલય દ્વારા ‘હની પ્રોસેસિંગ’ પર એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં મેઘાલય રાજ્યમાં 74 SHG સભ્યો માટે SRLM ના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (DPMU) ને રૂ. 2.02 લાખની સીડ કેપિટલ તબદીલ કરવામાં આવી હતી અને આસામમાં 1250 SHG સભ્યો માટે 213 સમુદાય આધારિત સંસ્થાઓને રૂ. 2.01 કરોડની સીડ કેપિટલ સહાય આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Sugar Export : ખાંડ એક્સપોર્ટ માટે સારા સમાચાર, આગામી સિઝનમાં 60 લાખ ટન ખાંડની નિકાસ થઇ શકે છે

આ પણ વાંચો : Edible Oil : ખાદ્ય તેલ સસ્તા કરવા માટે સરકારે આપ્યો આ આદેશ, હવે થશે કડક કાર્યવાહી

Next Article