મહિલાને મળી મોતની સજા, અપરાધ જાણીને તમારૂં મન થઈ જશે વિચલીત

|

Jan 04, 2021 | 6:04 PM

જે અપરાધની સામે મોતની સજા પણ નાની લાગે એવા અપરાધને અંજામ આપનારી આ મહિલાનું નામ છે લીસા મોંટોગોમૈરી. અમેરિકામાં રહેનાર આ મહિલાએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી પરિણામે અમેરિકામાં 1953 બાદ કોઈ અપરાધીને પહેલીવાર મોતની સજા આપવામાં આવશે.

મહિલાને મળી મોતની સજા, અપરાધ જાણીને તમારૂં મન થઈ જશે વિચલીત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જે અપરાધની સામે મોતની સજા પણ નાની લાગે એવા અપરાધને અંજામ આપનારી આ મહિલાનું નામ છે લીસા મોંટોગોમૈરી. અમેરિકામાં રહેનાર આ મહિલાએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી પરિણામે અમેરિકામાં 1953 બાદ કોઈ અપરાધીને પહેલીવાર મોતની સજા આપવામાં આવશે અને તે પણ મહિલા અપરાધીને, આ મહિલાના અપરાધને એટલુ ક્રૂર ગણવામાં આવ્યુ છે કે તેના માટે મોતની સજાને જ યોગ્ય માનવામાં આવી.

 

લીસાને એક ગર્ભવતી મહિલાની હત્યા કરવા તેમજ તેનું પેટ ફાડીને બાળકના અપહરણ કરવાને લઈને દોષી માનવામાં આવી છે, 16 ડિસેમ્બર 2004ના દિવસે એક પાલતુ કૂતરાને ખરીદવાના બહાને લીસા આ મહિલાના ઘરમાં પ્રવેશી હતી, ત્યારબાદ તેણે ગર્ભવતી મહિલાને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, લીસા અહીં જ નહીં અટકી તેણે મૃત્યુ પામેલી મહિલાનું પેટ ફાડી નાખ્યુ અને બાળકને લઈને ફરાર થઈ ગઈ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પોલીસે તપાસ બાદ મહિલાને ઝડપી પાડી હતી, ત્યારબાદ કોર્ટ સમક્ષ આ મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો અને 2008માં તેને અપહરણ અને હત્યાના ગુનામાં દોષી કરાર કરી મોતની સજા સંભળાવવામાં આવી હતી, મહિલાએ ઉપરી અદાલતમાં અપીલ કરી, પરંતુ બધી જ કોર્ટે તેની મોતની સજા યથાવત રાખી,લીસાને 12 જાન્યુઆરીએ જીવલેણ ઈન્જેક્શન આપીને મૃત્યુ દંડ આપવામાં આવશે.

Next Article