સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા

|

Apr 28, 2022 | 4:11 PM

Surat: એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. જાણો શું છે સમગ્ર ઘટના.

સુરતમાં પતિ-પત્નીના ઝગડામાં એવું તો શું થયું કે, પત્નીએ જ કરી નાખી પતિની ઘાતકી રીતે હત્યા
ફોટો - આરોપી મહિલા

Follow us on

Surat: સુરતના સચિન GIDC વિસ્તારમાં લોકો પોતાના પરિવાર સાથે રોજગારી માટે આવતા હોય છે અને લોકો નાની નાની વાતોમાં આવેશમાં આવી જઈને મોટી ઘટનાઓને અંજામ આપી દેતા હોય છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ (Murder) ઉતારી દીધો છે. પત્નીએ કેમ કરવી પડી પોતાના જ પતિની હત્યા, એવુંતો શુ થયું હતું. પાલીગામ ખાતે રહી હમાલીનું કામ કરતાં બિહારી યુવકને લગ્નની શરૂઆતથી જ પત્ની પસંદ ન હતી જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેના પગલે પત્નીને છુટા થવા માટે કહેતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો. ગતરાતે ફરિવાર ઝઘડો થથાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિનું માથું જમીન પર પટકી દીધા બાદ સાડી વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સચીન જીઆઈડીસી પોલીસે (Surat Police) હત્યાનો ગુનો નોંધી હત્યારી પત્નીની અટકાયત કરી છે.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે મુળ બિહારના વતની અને હાલ પાલીગામ ખાતેના ડી.એમ. નગરની સામે આવેલી સાંઈકૃપા સોસાયટીના પ્લોટ નં- 55 થી 60માં કરમસિંહ ચાલના પહેલા માળે રૂમ નં- એ- 06 માં ભાડે રહેતા 32 વર્ષીય રાકેશ દશરથ મહંતોના લગ્નનીતુદેવી સાથે થયાહતા. તેમના લગ્ન જીવન થકી તેમને હાલ પાંચ વર્ષનો પુત્ર છે. હમાલીનું કામ કરતાં રાકેશ મહંતોને શરૂઆતથી જ નીતુદેવી પસંદ ન હતી. જેથી વતનમાં રહેતા બહેન બનેવી દ્વારા અન્ય યુવતી સાથે લગ્ન કરવાની હિલચાલ ચાલતી હતી. જેથી રાકેશે તેની પત્ની નીતુદેવીને છુટા થવા જણાવ્યું હતુ. જે બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડો પણ થતો હતો. દરમિયાન ગતરાતે ફરીવાર થયેલાં ઝઘડો થતાં ઝપાઝપી દરમિયાન પત્નીએ પતિના માથાના કપાળનો ભાગ જમીન પર જોરથી પટકી દીધો હતો અને સાડી વડે તેનું ગળું દબાવી રાકેશનું મોત નિપજાવ્યું હતુ.

સ્થાનિક હમવતની દ્વારા નજીકના અરહમ કોમ્પલેકસમાં રહેતા મૃતક રાકેશના ભાઈ ગોપાલ મહંતોને જાણ કરતાં દોડી આવેલા ભાઈ દ્વારા બનાવની જાણ સચીન જીઆઈડીસી પોલીસને કરવામાં આવી હતી. પુત્રીની નજર સામે પિતાની થયેલી હત્યા બાબતે યુક્તિપુર્વક પુછતાં પુત્રએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. સચીન જીઆઈડીસી પોલીસે મૃતક રાકેશની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બનાવના પગલે સચીન જીઆઈડીસી પોલીસે મૃતકના ભાઈ ગોપાલ મહંતોની ફરીયાદ લઈ તેની હત્યારી ભાભી નીતુદેવી વિરુધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદ સંદર્ભે તપાસ કરી રહેલા પોલીસે આજરોજ હત્યારી નીતુદેવી મહંતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:10 pm, Thu, 28 April 22

Next Article