એન્ટેલિયા-મનસુખ હિરેન કેસમાં 9 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે

|

Apr 07, 2021 | 4:45 PM

CBI સચિન વાઝેની NIAની કસ્ટડીમાં પુછપરછ કરી શકશે. 13 માર્ચથી સચિન વાઝે એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએ એન્ટેલિયા સામે જીલેટીન ભરેલ કાર મુકવા અને હિરેન મનસુખની હત્યા કેસની તપાસ કરી રહી છે.

એન્ટેલિયા-મનસુખ હિરેન કેસમાં 9 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે
નવ એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં રહેશે સચિન વાઝે

Follow us on

મુંબઈ પોલીસના (Mumbai Police) સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેની (sachin vaze) કસ્ટડી આગામી 9 એપ્રિલ સુધી એનઆઈએ (NIA) પાસે રહેશે. એનઆઈએની વિશેષ અદાલતે, સીબીઆઈને (CBI) પણ આદેશ કર્યો છે કે તેઓ જરૂર પડે સચિન વાઝેની પુછપરછ એનઆઈએની કસ્ટડીમાં રહેલા સચિન વાઝેની કરી શકે છે.

એનઆઈએના વિશેષ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન ( સીબીઆઈ)ને એનઆઈએની કસ્ટડીમાં રહેલા સચિન વાઝેની પુછપરછ માટે મંજૂરી આપતા કહ્યુ છે કે, સચિન વાઝેની પુછપરછ કરવાનો સમય નક્કી કરવા માટે એનઆઈએ સાથે વાતચીત કરે અને મળીને નક્કી કરે.

એનઆઈએ એ, મનસુખ હિરેન હત્યા કેસમાં પકડાયેલા અને મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયત શિંદે અને નરેશ ઘરેની પણ ન્યાયીક કસ્ટડી વિશેષ કોર્ટ સમક્ષ માંગી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ન્યાયીક કસ્ટડી વધારવા એનઆઈએની દરખાસ્ત સંબધે સચિન વાઝેના વકિલે કહ્યું કે, ન્યાયીક કસ્ટડી સોપો તેની સામે વિરોધ નથી. સીબીઆઈને પણ સહયોગ આપવા તૈયાર છે. પરંતુ છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ (csmt) ખાતે સચિન વાઝેને હાથકડી પહેરાવીન લઈ ગયા હતા તેનો વિરોધ છે.

એનઆઈએ એ સચિન વાઝેના વધુ ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા. 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જીલેટીન ભરેલ એસયુવી કાર મુકવા અને મનસુખ હિરેન હત્યા કેસની તપાસ એનઆઈએ કરી રહ્યું છે. આ બન્ને કેસમાં સચિન વાઝે અને કોન્સ્ટેબલ વિનાયક શિંદે તેમજ નરેશ ધારની સંડોવણી હોવાનો આરોપ છે. 13 માર્ચે એનઆઈએ સચિન વાઝેની ધરપકડ કરી હતી. એનઆઈએની સ્પેશીયલ કોર્ટે સચિન વાઝેને પહેલા 25 માર્ચ સુધી રિમાન્ડ ઉપર સોપ્યો હતો. ત્યાર બાદ, 3 એપ્રિલ સુધી રિમાન્ડ ઉપર સોપ્યો હતો. ત્યાર બાદ સાત એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવ્યા હતા. હવે 9 એપ્રિલ સુધી રિમાન્ડ લંબાવ્યા છે.

Next Article