પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો ‘વાહ, અમદાવાદ પોલીસ’ !

|

Mar 10, 2019 | 8:16 AM

પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો,સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા.. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપી ને ખાટલા સહીત ઉંચકી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાથી ચીનને […]

પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉપાડ્યો, વીડિયો જોઇ તમે પણ કહેશો વાહ, અમદાવાદ પોલીસ !

Follow us on

પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો,સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા..

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપી ને ખાટલા સહીત ઉંચકી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાથી ચીનને લાગી રહ્યો છે ડર, કરોડો રૂપિયાના રોકાણ પર થશે સીધી અસર

પોલીસને ખાટલામાં એક વ્યક્તિને લઇ જતા વિડ્યો જોઇ રહ્યા છો તે અમદાવાદના સરદારનગર વિસ્તારના જ્યાં ગુરૂવારની મોડી રાતે ઝોન-4 ડીસીપી નીરજ બળગુર્જર ,એસીપી સહિત સ્થાનિક પીઆઇ ટીમ દ્વારા દેશી દારૂની રેડ કરી હતી. જેમાં છારાનગર બુટલેગર રાજેન્દ્ર ઉર્ફે રાજીયો માછરેકર ત્યાંથી પોલીસને 10 હજારથી વધુ દેશી દારૂનો વોશ મળી આવ્યો હતો. જેને કારણે પોલીસે બુટલેગર રાજેન્દ્ર માછરેકરની ધરપકડ કરવાની હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પણ આરોપી ખાટલામાં બેસી ગયો અને ઉભો થવાની આનાકાની કરી તેથી પોલીસે બુટલેગર ને ખાટલા સાથે જ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે જ્યારે આરોપીને ખાટલા સાથે ઉંચકીને વિસ્તાર માંથી લઈ જઈ રહી હતી. ત્યારે સ્થાનિકોએ રામ બોલો ભાઈ રામના અવાજો પણ કરતા નજરે પડયા હતા. એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

TV9 Gujarati

 

ઉલ્લેલખનિય છે કે 150 થી વધુ કિલોના વજન ધરાવતા બુટલેગરને ખાટલા સાથે લઈ જવા 10 જેટલા પોલીસ કર્મી એક કિલોમીટર સુધી ઊંચકીને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યારે ડીસીપી ઝોન-4 નીરજ બળગુર્જર કહ્યું કે અગાઉ પણ રેડ કરી ત્યારે બુટલેગર ફરાર થઈ જતો હતો..અને પોલીસ ધરપકડ કરવા જાય ત્યારે માથાકૂટ કરતો હોય છે. જેથી આ રીતે બુટલેગરને પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા.

Published On - 5:00 am, Sat, 9 March 19

Next Article