Valsad: વાપીમાં થતી Remdesivir Injectionની કાળીબજારીનો પર્દાફાશ, બે શખ્સોની પોલીસના સકંજામાં

|

Apr 16, 2021 | 8:15 PM

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમાં દર્દીના ઈલાજ માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનની ખુબ માંગ વધી રહી છે. જો કે દર્દીઓની મજબૂરીનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્ત્વો આવી મહામારીના સમયમાં પણ Remdesivir Injectionની કાળાબજારી (blackmarketing) કરતા હોવાનું બહાર આવ્યું છે

Valsad: વાપીમાં થતી Remdesivir Injectionની કાળીબજારીનો પર્દાફાશ, બે શખ્સોની પોલીસના સકંજામાં
Remdesivir Injection (File Image)

Follow us on

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમાં દર્દીના ઈલાજ માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનની ખુબ માંગ વધી રહી છે. જો કે દર્દીઓની મજબૂરીનો લાભ લઈ કેટલાક લેભાગુ તત્ત્વો આવી મહામારીના સમયમાં પણ Remdesivir Injectionની કાળાબજારી (blackmarketing) કરતા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે જિલ્લામાં Remdesivir Injectionની કાળાબજારીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વાપીમાં એક ફર્નિચરના શો રૂમ ધરાવતા દુકાનદાર અને દમણમાં ઈન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટરની પણ ધરપકડ કરી, સળિયા પાછળ ધકેલી દીધા છે અને જિલ્લામાં મોટાપાયે ચાલતા રેમડેસિવિર ઈન્જેક્શનના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાપીના વાઈબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલ આ ફર્નિચર પાર્કમાં સામાન્ય દિવસોમાં ફર્નિચર વેચાય છે. પરંતુ આ શો રૂમના માલિક ફર્નિચર સાથે બ્લેકમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ કરતા ઝડપાયા છે. ફર્નિચર શો રૂમના માલિક વરુણ સુરેશ કુન્દ્રા હાલે ભરાઈ ગયો છે. ઘટના વિગતે વાત કરીએ તો કોરોનાની સારવાર માટે દર્દીઓ માટે સંજીવની સમાન Remdesivir Injectionની જરૂર રહે છે. આથી સમગ્ર રાજ્યમાં Remdesivir ઈન્જેક્શનની માંગ વધી રહી છે.

 

જોકે આવા સમયે કેટલાક લેભાગુ તત્ત્વોએ મહામારીના સમયમાં પણ દર્દીઓની મજબૂરીના લાભ લઈ અને સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી થતી હોવાની વધી રહેલી ફરિયાદના કારણે વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા વાઈબ્રન્ટ બિઝનેસ પાર્કમાં ફર્નિચર પાર્ક નામનો ફર્નિચરનો શોરૂમમાં રેડ કરી હતી. વાપી પોલીસે વરુણ કુન્દ્રા પાસેથી ઈન્જેક્શનનો જથ્થો કબ્જે કરીને આગળની તપાસ હાથધરી હતી.

 

આ રીતે છટકું ગોઠવીને કાળાબજારીઓને લીધા સકંજામાં

પોલીસે તેની ધરપકડ કરી આ ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તેની તપાસ કરતા ફર્નિચરના આરોપીએ દમણની બ્રુક ફાર્મા નામની કંપનીના ટેકનિકલ ડાયરેકટર મનીષ સિંગ નામના વ્યક્તિનું નામ આપ્યું હતું. આથી પોલીસે છટકું ગોઠવી દમણનીએ ફાર્મા કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંગને પણ ઈન્જેક્શનની વધુ જરૂર હોવાનું બહાનુ બતાવી બોલાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે દમણની કંપની આ બ્રૂક ફાર્મા નામની કંપની પાસે કેન્સરની દવા અને Remdesivir ઈન્જેક્શન બનાવી તેને એક્સપોર્ટ કરવાનું લાઈસન્સ છે.

 

 

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સરકારે દેશમાં વધી રહેલી ઈન્જેક્શનની માંગને પહોંચી વળવા ઈન્જેક્શન ઉત્પાદન કરતી કંપનીઓને એક્સપોર્ટ બંધ કરવાનું આદેશ કયો છે. આથી આ કંપનીમાં એક્સપોર્ટ કરવા માટે ઉત્પાદન થતાં બ્રુક ફાર્મા કંપનીનો ટેકનિકલ ડાયરેક્ટર મનીષ સિંગ કંપનીમાંથી બારોબાર ઈન્જેક્શનનો જથ્થો ઉપાડી અને આવી રીતે દર્દીઓની મજબૂરીનો લાભ લઈ એક ઈન્જેક્શનને 12 હજારમાં કાળાબજારમાં વેચતા હતા. આથી પોલીસે સુરેન્દ્ર કુન્દ્રા અને દમણની કંપનીના ડાયરેક્ટર મનીષ સિંગની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

 

આ પણ વાંચો: US સાસંદે પાકિસ્તાનનાં જાહેરમાં ઉતાર્યા કપડા, કહ્યું કે તાલિબાનીઓનું સુરક્ષિત ઠેકાણું છે આ દેશ

Next Article