VALSAD : ગર્ભવતી મહિલાનું અપહરણ અને બાદમાં ગેંગ રેપ, 3 આરોપી પોલીસની ગિરફ્તમાં

|

Jan 09, 2022 | 5:57 PM

પોલીસે મહિલાના અપહરણનો કોયડો તો ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે રાતભર વિવિધ ટિમો બનાવી અપહરણ થયેલ યુવતીને બચાવી લીધી હતી. અને સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કમાલે તથા સુરજ વિદ્યાનંદ ઝા નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી.

VALSAD : ગર્ભવતી મહિલાનું અપહરણ અને બાદમાં ગેંગ રેપ, 3 આરોપી પોલીસની ગિરફ્તમાં
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના રાજ્ય સરકાર દ્વારા મોટા દાવા થઇ રહ્યા છે. જોકે રાજ્યમાં કોઈ ઉંમરની સ્ત્રીઓ સાથે દરરોજ કોઈને કોઈ ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક ગર્ભવતી યુવતીના અપહરણની ઘટના પ્રકાશમાં આવતા ઉમરગામની ભીલાડ પોલીસ સહિત એસઓજી અને એલસીબી પોલીસની ટીમ દોડતી થઇ ગઇ હતી. અને ઠેર ઠેર નાકાબંધી કરી ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. ગણતરીના સમયમાં યુવતીનો ૩ અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી લીધી હતી.જોકે મહિલાનું નિવેદન લીધું તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમકે મહિલાના અપહરણ બાદ તેની ઉપર ગેંગરેપ કરવામાં આવ્યું હતું.

પોલીસ જપ્તીમાં આવેલા શખ્સો ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. આ શખ્સોએ હેવાનિયતની પણ હદ વટાવી છે. તે આરોપી છે અપહરણ અને બળાત્કારના. જી હા, ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક ઈસમએ ફરિયાદ નોંધાવી હતી કે પોતાની ભાભીની તબિયત ખરાબ હોવાથી તેમને દવાખાને લઈ જઈ રહ્યા હતા. ત્યારે સરીગામ નજીક ત્રણ વ્યક્તિઓ દ્વારા અચાનક તેમની કારને આંતરી હતી. કારને રોકી અને ફરિયાદીને બહાર કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.ત્યારબાદ કારમાં બેસેલા ફરિયાદીના ભાભીને બળજબરીપૂર્વક કારમાં જ લઈને આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું હતું. ફરિયાદ મળતા જ વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને આરોપીઓને ઝડપવા વલસાડ એલ.સી.બી ,એસ.ઓ.જી પોલીસ અને ઉમરગામ પોલીસ સ્ટેશન સહિત વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ભીલાડ દોડી આવ્યા હતા.વલસાડ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં ૩ આરોપીને ઝડપી પાડયા હતા.

પોલીસે મહિલાના અપહરણનો કોયડો તો ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે રાતભર વિવિધ ટિમો બનાવી અપહરણ થયેલ યુવતીને બચાવી લીધી હતી. અને સુનિલ વિજય વારલી, રાહુલ બાબુરાવ કમાલે તથા સુરજ વિદ્યાનંદ ઝા નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે જ્યારે મહિલાએ પોતાની સાથે રેપ થયો હોવાની ફરિયાદ પોલીસને કરી ત્યારે પોલીસની મુશ્કેલીમાં વધારો થયો હતો. ગણતરીના સમયમાં મહિલાને બચાવનાર પોલીસને એ વાતનો અફસોસ હતો કે મહિલાની ઈજ્જત લૂંટવામાં આરોપીઓ સફળ થઇ ગયા હતા.પોલીસે દ્વારા તાત્કાલિક પીડિત મહિલાનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું અને મેડિકલમાં મહિલા સાથે રેપ થયો હોવાનો ખુલાસો થતા અપહરણના આ ગુન્હામાં રેપની કલમ પણ ઉમેરાઈ હતી. ભીલાડ પોલીસે આરોપીઓના મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

ભીલાડ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે પોલીસની તપાસમાં આરોપી સુનિલ વિજય વારલી ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. તો અન્ય એક આરોપી સુરજ ઝા પણ પ્રોહિબિશનમાં જેલની હવા ખાઈ ચુક્યો છે. ત્યારે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : DAHOD : લક્ષ્મીનગરમાં એક મહિનાથી આવે છે લાલ પાણી, દૂષિત પાણી સ્વાસ્થ્ય માટે છે જોખમી

આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય

Next Article