વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, સેવાસીથી વિદેશી દારૂની 150 થી વધુ પેટી ઝડપાઇ

|

Oct 17, 2021 | 2:53 PM

દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સેવાસી ગામે ગોડાઉન હોવાનું સામે આવ્યું હતું. જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસનો હદ વિસ્તાર હોવાથી સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.

વડોદરાના(Vadodara)  સેવાસી ગામના ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell)  દરોડા પાડીને વિદેશી દારૂ (Foreign Liquor)  ઝડપી પાડયો છે. જેમાં 150થી વધારે વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે. આ અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સેવાસી ગામે ગોડાઉન હોવાનું સામે આવ્યું હતું. જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસનો હદ વિસ્તાર હોવાથી સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. તેની બાદ  પોલીસે કાર્યવાહી હાથ ધરી  હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે  આ ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરાતો હતો. બાદમાં ફાર્મ હાઉસથી અલગ અલગ સ્થળોએ દારૂ મોકલાતો હતો.

આ ઉપરાંત વડોદરામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના આગમન પૂર્વે જ સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેહપુરામાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી 70 થી વધુ પેટી દારૂ સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. હજુ પણ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં દારૂનો મોટો જથ્થો પકડાય છે, ત્યાં આવા કેસોમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અથવા બરતરફીની જોગવાઈઓ છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દારૂબંધીનો કડકાઇથી  અમલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ  વાંચો : ગઢડામાં મુખ્યપ્રધાને કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ હશે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહીં ખૂટે

આ પણ વાંચો :  Vaccination: ગુજરાતના 95 ટકા લોકોને ડિસેમ્બર માસ સુધી કોરોના રસીના બંને ડોઝ આપવા કવાયત

Published On - 2:48 pm, Sun, 17 October 21

Next Video