VADODARA : ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો, આરોપી ઉમર ગૌતમે કર્યો મોટો ઘટસ્ફોટ

|

Oct 18, 2021 | 10:32 PM

Conversion Case : બંને આરોપીઓને અલગ અલગ રાખી SIT ઉલટ તપાસ કરી રહી છે.પ્રથમ દિવસે મૌલાના ઉમર ગૌતમે પૂછપરછમાં સહકાર નહોતો આપ્યો, જો કે ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન ઉમર ગૌતમેં મહત્વનો ઘટસ્ફોટ કર્યો હતો.

VADODARA : વડોદરામાં ધર્માંતરણ અને આફમી ટ્રસ્ટ હવાલા કૌભાંડ મામલે આરોપીઓની પુછપરછ કરવામાં આવી છે. આ કેસમાં ઉત્તરપ્રદેશથી લાવવામાં આવેલા બંને આરોપીઓ સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉમરની સતત પૂછપરછ કરવામાં આવી છે.આ બંને આરોપીઓને અલગ અલગ રાખી SIT ઉલટ તપાસ કરી રહી છે.
પ્રથમ દિવસે મૌલાના ઉમર ગૌતમે પૂછપરછમાં સહકાર નહોતો આપ્યો, જો કે ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન
ઉમર ગૌતમેં મહત્વનો ઘટસ્ફોટ કર્યો હતો.

NRI અબ્દુલ્લા ફેફડવાળાએ ઉમર ગૌતમની ઇન્તેખાબ આલમ સાથે નબીપુરમાં મુલાકાત કરાવી હતી.2019માં વડોદરાના નવાયાર્ડમાં ઇન્તેખાબ આલમ સાથે બેઠક કરી હતી. બેઠકમાં મૌલાના અબ્દુલ કલિમ સિદ્દીકી પણ હાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે મૌલાના ઉમર ગૌતમના 7 દેશોમાં કરેલા પ્રવાસો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત 16 ઓક્ટોબરે ધર્માંતરણ અને ફન્ડીંગના કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને આજે ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યા હતા. વડોદરાની કોર્ટ ઇતિહાસમાં રિમાન્ડ અરજીની સુનાવણી માટે પ્રથમ વખત મોડી રાતના બે વાગ્યા સુધી કાર્યવાહી ચાલી હતી. જેમાં ધર્માંતરણ અને આફમી ટ્રસ્ટ હવાલા કૌભાંડના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉંમરને વડોદરા કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ માટે વડોદરા SOG ને કસ્ટડી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : પાક નુકસાની સામે સર્વગ્રાહી પેકેજ જાહેર કરવાની માગ, જાણો કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શું કહ્યું

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી

Next Video