વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર

અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

વડોદરા : ખોડિયારનગરમાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એકનું મોત, લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક માર્યો હતો ઢોરમાર
| Edited By: | Updated on: Feb 27, 2023 | 10:00 AM

વડોદરામાં સાળા-બનેવીના અપહરણ કેસમાં એક શખ્સને ઢોર માર મારતા મોત થયું છે. ખોડિયારનગરના બે શખ્સોએ બનેવી રાજુનાથને લવિંગયા મરચા ખવડાવીને 16 કલાક ઢોર માર મારતા તેનું મોત થયું છે. ગોલ્ડન ચોકડી નજીક ભંગારનો વેપાર કરતા મૂળ રાજસ્થાનના બે યુવકોનું ચારથી પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. બેટરી ચોરીની શંકાએ એક શખ્સને ઢોર માર માર્યો હતો. અપહરણ બાદ આજવા ફાર્મ હાઉસમાં સાળા-બનેવીને ગોંધી રાખવામાં આવ્યા હતા. બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા.

આ પણ વાંચો :Tender Today: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ અને ઈલે. મિકે. વિભાગના કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડરની અંદાજીત કિંમત કેટલી

મરચા ખવડાવીને મૃતકને ગળા અને મોઢામાં અસહ્ય બળતરા થઈ હતી.પછી તેને પાણી ન આપતા તે બેભાન થઈ ગયો હતો. બે દિવસ સુધી અપહરણ દરમિયાન માત્ર એકવાર વડાપાઉં ખવડાવ્યો હતો. રાજુનાથ નામના શખ્સનું મોત થતા તેનો મૃતદેહ હાલોલ નજીક ફેંકી દીધો હતો. જો કે હરણી પોલીસે મૃતદેહ શોધી કાઢયો હતો. હત્યારાઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો

આ અગાઉ નવા વાડજ વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા વેપારીનું અપહરણ કરી માર માર્યો હતો. સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ફરિયાદને આધારે રણજીત ભરવાડ નામના આરોપીની ધરપકડ કરી હતી. જે વેપારીઓને ધંધો કરવા ખંડણીની માગ કરતો હતો.