વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર, હાર્મોની હોટલના માલિક કાનજી મોકરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
Gotri Rape Case : પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.
VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે પ્રથમ ધરપકડ કરી છે. હાર્મોની હોટલના માલિક અને નંદન કુરિયરના એમડી કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.સાથે જ કાનજી મોકરિયા પર આરોપ છે કે, તેણે રાજુ ભટ્ટની તમામ પ્રકારની મદદ કરી હતી.પોલીસને શંકા છે કેકાનજી મોકરિયાએ રાજુ ભટ્ટને ફરાર થવામાં પણ મદદ કરી છે.હાલ તો પોલીસે કાનજી મોકરિયાની ધરપકડ કરી છે અને તેની સઘન પૂછપરછ પોલીસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના બંને આરોપીઓ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર છે, જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ આકાશ-પાતાળ એક કરી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ફરી દરોડા પાડ્યા છે..વડોદરા ક્રાઈમ બ્રાંચે ત્રણ કલાક સુધી રાજુ ભટ્ટના ઘરે સર્ચ કર્યું હતું.કાર્યવાહીના અંતે વડોદરા ક્રાઈમ બ્રાંચે રાજુ ભટ્ટના ઘરેથી બે કાર કબજે કરી છે સાથે ઘરની અંદરથી ગુનાને લગતી કેટલી ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે.
વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ કેસના આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે.
આ પણ વાંચો : પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને, ઘર કેમ ચલાવવું ?
આ પણ વાંચો : તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા