તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા
Ukai Dam Tapi : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની ભયજનક સપાટી 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે.
TAPI : ઉપરવાસ અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમ અને જળાશયો છલકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ પાણીના નોંધપાત્ર જથ્થાની આવક થઈ રહી છે.જેને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું તંત્ર ડેમની સપાટી પર સતત ધ્યાન રાખી રહ્યું છે. સાથે જ તાપી તટે આવેલા ગામોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની ભયજનક સપાટી 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે, ભારે વરસાદ અને ઉપરવાસમાં છોડવામાં આવતા પાણીને કારણે ઉકાઈ ડેમનું તંત્ર સતત ડેમની સપાટીનું મોનિટરીંગ કરી રહ્યું છે.. ઉકાઈ ડેમમાં 80 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેની સામે ઉકાઈ ડેમમાંથી 13 ગેટ ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે..
ઉકાઈ ડેમમાંથી 13 ગેટ ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે.. જેથી તંત્રએ તાપી નદી કિનારેના 22થી વધુ ગામોને એલર્ટ કર્યા છે. તાપી કિનારે વસતા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારમે સુરતના કોઝવેની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.. સુરત કોઝવેની જળસપાટી 8 મીટર પર પહોંચી ગઈ છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી ગયો હતો. સીઝનમાં પ્રથમવાર આ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે, જેથી કોઝવે પારનાં 10થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક પણ કપાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદને કારણે ભાદર, ઉકાઈ સહીતના ડેમોમાંથી પાણી છોડાયું, તો અન્ય ડેમો ઓવરફલો થયા