વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ, આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચના દરોડા
વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ કરી દેવામાં આવી છે. જેમાં આરોપીઓના નિવાસે તથા સંભવિત છૂપાવવાના સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડયા છે.
વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ કરી દેવામાં આવી છે. જેમાં આરોપીઓના નિવાસે તથા સંભવિત છૂપાવવાના સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડયા છે. જેમાં આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે પરંતુ તાળું ખોલી શકાયુ ન હતું. તેમજ સુરત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના છૂપાવવાના સંભવિત સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
જો પોલીસ તપાસની વાત કરીએ તો,વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે.બે પૈકીની એક કારમાં પીડિતા અશોક જૈન સાથે બેસીને રાજુ ભટ્ટને મળવા ગઇ હતી.તો CA અશોક જૈનના પુત્ર, ઓફિસ સ્ટાફ સહિત 30 લોકોની પૂછપરછ કરવામાં આવી છે સાથે જ ક્રાઇમ બ્રાંચે અશોક જૈનની ઓફિસમાંથી CCTVનું DVR કબજે કર્યું છે.
તો યુવતી જે ફ્લેટમાં રહેતી હતી તેના માલિક અને ખાનગી હોટલ સંચાલકની પણ ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરી છે.આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે તમામ એરપોર્ટ પર જાણ કરવામાં આવી છે.તો પીડિતાના કથિત મિત્ર બુટલેગર અલ્પેશ સિંધી જે ગુનામાં વોન્ટેડ છે તે ગુનામાં ધરપકડ માટે પોલીસ સઘન પ્રયાસો શરૂ કર્યા છે..
આ દુષ્કર્મની આ ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ક્રાઇમ બ્રાંચે ફરાર બંને આરોપીઓના વોરંટ મેળવવા તજવીજ હાથ ધરી છે.જો આરોપીઓ પોલીસ સમક્ષ હાજર નહીં થાય, અથવા તો નહીં ઝડપાય તો પોલીસ બંને આરોપીઓની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી કરી શકે છે.
વડોદરાના ચકચારી અને હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.અને આરોપીઓની હેવાનિયતનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.દુષ્કર્મ કેસની પીડિતાએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું છે આ નિવેદનમાં યુવતીએ જુબાની આપી છે.
જેમાં આરોપી CA અશોક જૈને પેઢા પર મુક્કા અને લાતો મારી રૂમમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હતું…3 કલાકે ચાલેલા નિવેદનમાં યુવતીએ આરોપીઓ ગંભીર આરોપો લગાવ્યા છે…અને પ્રતિકાર કરવા બદલ પીડીતાને લાફા મારીને વાળ પકડીને ઢસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢ માર માર્યોનો પણ આરોપ લગાવાયો છે.આરોપીઓનો માર એટલો જોરદાર હતો કે યુવતીને આજે પણ બ્લડીંગ થઇ રહ્યું છે.
આ પણ વાંચો : ખુશખબર : અમદાવાદમાં હવે આ સ્થળોએ એપોઇન્ટમેન્ટ વિના આધારકાર્ડની કામગીરી શરૂ
આ પણ વાંચો : સુરતના રત્નકલા એક્સપોર્ટ ઉપર આવકવેરાનું સર્ચ ઓપરેશન પૂર્ણ, આટલા કરોડના બેનામી હિસાબો મળ્યા