VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર
પોલીસે ચાર કરોડ રૂપિયાથી વધુ કિંમતના 24 કેરેટ સોનાની ચોરી કરનાર જ્વેલર્સના મેનેજર અને તેના મિત્રની ધરપકડ કરી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જ્યારે કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
VADODARA : શહેરના સી.એચ.જવેલર્સમાંથી ચોરી કરનાર જ્વેલર્સના જનરલ મેનેજર અને તેના મિત્રના કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ફરિયાદના પગલે પોલીસે ચાર કરોડ રૂપિયાથી વધુ કિંમતના 24 કેરેટ સોનાની ચોરી કરનાર જ્વેલર્સના મેનેજર અને તેના મિત્રની ધરપકડ કરી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જ્યારે કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને હાલ રિમાન્ડ પર લઈ જવાયા છે.સી.એચ.જવેલર્સના મેનજર વિરલ સોનીએ 7 કિલો 853 ગ્રામ સોનાની તબક્કાવાર ચોરી કરી હતી. મલિકની જાણ બહાર બોગસ ગ્રાહકના નામે ક્રેડિટ એન્ટ્રી પાડી વર્ષ 2014 થી સોનાના સિક્કાઓ ચોરી જતો હતો હતો.
આ પણ વાંચો : KUTCH : સતના પારખા : રાપરમાં ઉકળતા તેલમાં 6 લોકોના હાથ બોળાવ્યાં, જુઓ શું થયું પછી
આ પણ વાંચો : AHMEDABAD : સરકારી હોસ્પિટલોમાં ફરી ઈમરજન્સી સેવા બંધ, રેસિડેન્ટ તબીબો-સરકાર વચ્ચે સમાધાન નિષ્ફળ