1 કરોડ 29 લાખની છેતરપિંડી : વડોદરામાં IIFL ફાયનાન્સ કંપનીની તમામ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ

|

Nov 23, 2021 | 4:57 PM

IIFL ફાયનાન્સ કંપનીમાં સવા કરોડથી વધુની છેતરપિંડીના આ કેસમાં 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

VADODARA : વડોદરામાં ફાયનાન્સ કંપનીમાં 1 કરોડ 29 લાખ રૂપિયાની છેતરપિંડી મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરામાં આવેલી IIFL ફાયનાન્સ કંપનીની તામમ 9 બ્રાંચમાં ઓડીટ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ કંપનીની તમામ ઓડીટ ટીમને વડોદરા બોલાવવામાં આવી છે. વડોદરામાં આવેલી IIFL ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર તેમજ તેઓના કર્મચારી દ્વારા 1 કરોડ 29 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડતા કંપનીમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ કંપનીમાં ઓડીટ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.

IIFL ફાયનાન્સ કંપનીમાં સવા કરોડથી વધુની છેતરપિંડીના આ કેસમાં 7 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં IIFL ફાયનાન્સ કંપનીના વારસિયા બ્રાંચ તેમજ ડભોઇ બ્રાંચના મેનેજરનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે કૌભાંડ બહાર પાડનારા તેમજ પોલીસ ફરિયાદ કરનારા IIFL ફાયનાન્સ કંપનીના ટેરેટરી મેનેજર નીખીલ સિંઘે TV9 સાથે વાતચીત કરી હતી અને સમગ્ર કેસ અંગે માહિતી આપી હતી.

ફરિયાદીએ કહ્યું કે 27 તારીખે IIFL ફાયનાન્સ કંપનીની વારસિયા બ્રાંચનું સરપ્રાઈઝ ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારબાદ ઓડીટ તપાસમાં જે વિગતો સામે આવી એના આધારે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઓડીટ તપાસમાં જાણમાં આવ્યું હતું કે ગીરવે મુકેલા સોનાના પેકેટમાંથી અમુક પેકેટ ગુમ છે, તેમજ અમુક પેકેટમાંથી ખોટું સોનું મળી આવ્યું હતું.

આ પણ વાંચો : RAJKOT : જસદણમાં મેઇન બજારમાં મસમોટા ખાડાથી વેપારીઓ પરેશાન, પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Published On - 4:38 pm, Tue, 23 November 21

Next Video