VADODARA : ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓ સલાઉદ્દીન અને ઉમર ગૌતમને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યાં

|

Oct 16, 2021 | 9:42 PM

વડોદરા SOG દ્વારા જુલાઈ માસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સલાઉદ્દીન મૌલાના, ઉંમર ગૌતમ, મોહંમદ મન્સૂરી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

VADODARA : ઉત્તરપ્રદેશના ચકચારી ધર્માંતરણ કેસના તાર વડોદરાના આફમી ટ્રસ્ટ સાથે જોડાયા બાદ અનેક ખુલાસો થયા હતા અને કરોડોના વ્યવહારો ઝડપી પાડવામાં આવ્યાં હતા. ધર્માંતરણ અને ફન્ડીંગના કેસમાં ઝડપાયેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમને આજે ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ પોલીસની જાપ્તા ટુકડી બંને આરોપીઓને લઈને વડોદરા કોર્ટ પહોંચી હતી. આ માટે વડોદરા SOGની એક ટિમ વડોદરા નજીકના હાઇવેથી ઉત્તરપ્રદેશની જાપ્તા ટુકડી સાથે જોડાઈ હતી.

વડોદરા SOG દ્વારા જુલાઈ માસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સલાઉદ્દીન મૌલાના, ઉંમર ગૌતમ, મોહંમદ મન્સૂરી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ, શાહનવાઝ પઠાણ તથા મોહંમદ મન્સૂરીના સિમી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે સંપર્ક ખુલ્યા છે. પ્રતિબંધિત સંગઠન સિમી અને આફમી વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર થયા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. સલાઉદ્દીનને યુકેથી ફન્ડિંગ કરનાર આલ્ફાલાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાંવાળાને 18 મીએ હાજર થવા SITએ સમન્સ આપ્યું હતું.

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલ ઉત્તર પ્રદેશ એટીએસની તપાસને કારણે સામે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનું(Afmi Charitable Trust) નામ ખૂલ્યું હતું. જેના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશથી હવાલા મારફતે મોટી રકમ મેળવી ટ્રસ્ટના હેતુઓ વિરુદ્ધ રકમના ગેરકાયદે ઉપયોગ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે

Published On - 6:56 pm, Sat, 16 October 21

Next Video