વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

|

Oct 24, 2021 | 6:33 AM

વડોદરા SOG બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માંગ કરી હતી. જો કે અદાલતે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વડોદરા (Vadodara)ધર્માંતરણ(Conversion)અને આફમી હવાલાકાંડના(Aafmi Hawala Scam)આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ( Remand)મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને રિમાન્ડ પૂર્ણ થતાં શનિવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં વડોદરા SOG બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માંગ કરી હતી. જો કે અદાલતે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના(Vadodara)આફમી(Aafmi)ચેરીટેબલ ટ્રસ્ટમાં યુકે સહિતના દેશોમાંથી આવતી કરોડો રૂપિયાની રકમ અને આફમી ટ્રસ્ટમાંથી વડોદરા અને ગુજરાત(Gujarat)બહાર દેશના અન્ય રાજ્યોમાં આંગડિયા મારફતે પહોંચાડવામાં આવતી કરોડોની રકમ અને હેરાફેરીમાં આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની શું ભૂમિકા રહેલી છે.

આ અંગે તપાસ કરી રહેલ વડોદરા એસ.ઓ.જી દ્વારા આફમી ચેરીટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની પૂછપરછ તથા ઉલટ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર કરોડો રૂપિયાની હેરાફેરી હવાલા તથા આંગડિયા મારફતે કરતો હતો.

ધર્માંતરણ(Conversion) અને આફમી હવાલા કૌભાંડ(Hawala Scam) ની તપાસ કરી રહેલ વડોદરા SOG દ્વારા શુક્રવારે આફમી ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી હતી જેમાં મુસા પટેલ અને ડૉક્ટર એહમદ શેખનો સમાવેશ થાય છે.અબ્દુલ્લા ફેફડાવાળાના યુકે સ્થિત અલફલા ટ્રસ્ટ તથા વિવિધ દાનવીરો તરફથી કરોડો રૂપિયાની રકમ આવતી હતી તે રકમનો ઉપયોગ વડોદરા આવ્યા પછી આંગડિયા મારફતે દેશના અલગ-અલગ ભાગોમાં મોકલવામાં કરવામાં આવતો. આ કરોડો રૂપિયાની રકમ મસ્જિદોનું નિર્માણ અને અન્ય પ્રવૃત્તિઓ અંગે વાપરવામાં આવતો હોવાની બાબત આ બંને ટ્રસ્ટીઓ ને પૂછવામાં આવી હતી.

ત્યારે તેઓએ જણાવ્યું કે અમે કંઇ જાણતા નથી અને તમામ વહીવટ મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન દ્વારા કરવામાં આવતો હતો સલાઉદ્દીન શેખ દ્વારા કરવામાં આવતા વહીવટથી અમે સૌ કોઇ અજાણ હતા. આ બંનેનું નિવેદન લીધા બાદ સલાઉદ્દીનને બોલાવવામાં આવ્યો હતો અને બંનેની હાજરીમાં અત્યાર સુધી સામે આવેલ વિગતો અંગે સલાઉદ્દીન ની ઉલટ તપાસ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો : ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં વીજ સંકટ, વીજકાપના વિરોધમાં કિસાન સંઘના ધરણા

આ પણ વાંચો :  તહેવારો દરમિયાન દોડાવાશે 1200થી વધુ ST બસો, મુસાફરોએ ચૂકવવું પડશે 25 ટકા વધારે ભાડું

 

Next Video