VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં સી.એચ. જવેલર્સના જનરલ મેનેજર તથા તેના મિત્રની ધરપકડ

|

Aug 10, 2021 | 9:55 AM

એક જ નામની સંખ્યાબંધ એન્ટ્રીના કારણે એકાઉન્ટ વિભાગના કલાર્કે જવેલર્સના માલિકનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી ગુપ્ત તપાસ બાદ સી.એચ.જવેલર્સના મલિક દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી.

VADODARA : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સી.એચ. જવેલર્સમાં 4 કરોડની કિંમતના સોનાની ચોરીના કેસમાં સી.એચ.જવેલર્સના જનરલ મેનેજર તથા તેના મિત્રનીસયાજીગંજ પોલીસે કરી ધરપકડ છે. સી.એચ.જવેલર્સના ભેજાબાજ જનરલ મેનજર વિરલ સોનીએ 7 કિલો 853 ગ્રામ સોનાની તબક્કાવર ચોરી કરી હતી. જવેલર્સના માલિકની જાણ બહાર બોગસ ગ્રાહકના નામે ક્રેડિટ એન્ટ્રી પાડી વર્ષ 2014થી સોનાના સિક્કાઓ ચોરી જતો હતો.

આ મેનેજર ક્રેડિટ સ્લીપ બનાવી ગ્રાહકના નામની ખોટી એન્ટ્રી કર્યા બાદ કોમ્પ્યુટર સિસ્ટમમાં બનાવેલ બિલ ડીલીટ કરી દેતો હતો. મેનેજરે મિત પટેલ, માનવ પટેલ, માર્મિક પટેલ નામના બોગસ ખાતેદારના નામે એન્ટ્રી કરી કરોડો રૂપિયાના સોનાની હેરાફેરી કરી હતી અને 24 કેરેટ સોનાના સિક્કા તેના મિત્ર તરજને કમિશનથી વેચાણ કરવા આપતો હતો.

એક જ નામની સંખ્યાબંધ એન્ટ્રીના કારણે એકાઉન્ટ વિભાગના કલાર્કે જવેલર્સના માલિકનું ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી ગુપ્ત તપાસ બાદ સી.એચ.જવેલર્સના મલિક દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપવામાં આવી હતી. મહિનાઓ સુધીની લાંબી તપાસ બાદ સયાજીગંજ પોલીસે ભેજાબાજ જનરલ મેનેજર વિરલ સોની અને તેના મિત્ર તરજ દિવાનજીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : VADODARA : કાયદાઓ માત્ર જનતા માટે, ભાજપ કાર્યકરે રાત્રે કર્ફ્યુમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી

આ પણ વાંચો :VADODARA : વિઝા અપાવવા સાહિત અન્ય બહાને 5.60 લાખની છેતરપિંડી, ભાજપ કાર્યકરની ધરપકડ

Published On - 8:42 am, Tue, 10 August 21

Next Video