CM યોગીને મળી જીવથી મારી નાખવાની ધમકી, ધમકીના મેસેજમાં લખ્યું- ચાર દિવસમાં જે થાય એ કરી લો

|

May 04, 2021 | 10:02 AM

CM યોગીને ફરી એકવાર જીવથી મારવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ પડકાર ફેંક્યો છે કે ચાર દિવસમાં તમે જે કરી શકો તે કરી લો. આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

CM યોગીને મળી જીવથી મારી નાખવાની ધમકી, ધમકીના મેસેજમાં લખ્યું- ચાર દિવસમાં જે થાય એ કરી લો
FILE PHOTO

Follow us on

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ પડકાર ફેંક્યો છે કે ચાર દિવસમાં તમે જે કરી શકો તે કરી લો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે અને નંબરની તપાસ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 29 એપ્રિલની મોડી સાંજે યુપી પોલીસના યુપી ઇમરજન્સી સર્વિસ ડાયલ 112 WhatsApp નંબર પર એક શંકાસ્પદ મેસેજ આવ્યો હતો અને સીએમ યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીભર્યા મેસેજમાં શંકાસ્પદ વ્યક્તિએ લખ્યું છે કે તે 5 મા દિવસે સીએમ યોગીને મારી નાખશે. પોલીસને પડકારતા તેમણે વધુમાં લખ્યું છે કે, આ ચાર દિવસમાં મારું જે કરી શકતા હોવ તે કરી લેજો.

આ કેસમાં 112 ના કંટ્રોલ રૂમ કમાન્ડર અર્જુન કુમારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસની અનેક ટીમોએ શંકાસ્પદ નંબરના વ્યક્તિની શોધખોળ અને સ્થળની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમ પણ બનાવવામાં આવી છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથને મે 2020 માં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. 112 ના સોશ્યલ મીડિયા ડેસ્કના વ્હોટ્સએપ પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ધમકીની સાથે સીએમ યોગીને પણ એક વિશિષ્ટ સમુદાય માટે જોખમ ગણાવ્યા હતા. આ મામલે પોલીસે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1) બી 506, અને 507 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

 

આ પણ વાંચો: વેક્સિનેશનના નામે ઠગે છે સાઈબર ઠગ, આવી લિંક પર ક્લિક કરશો તો બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

Next Article