લો બોલો ! સુરેન્દ્રનગરના બે ન્યાયાધીશોની ખોટી સહી કરી અજાણ્યા શખ્સોએ હાઇકોર્ટને મોકલી દીધા બંનેના રાજીનામા

|

Oct 01, 2021 | 1:42 PM

Fake Resignations of Surendranagar Judges: બોગસ રાજીનામાના પત્રમાં ઉલ્લ્ખ છે કે જજ કોર્ટની કાર્યપ્રણાલીથી નારાજ હોવાથી પોતાની ફરજ પરથી રાજીનામું આપી રહ્યા છે

લો બોલો ! સુરેન્દ્રનગરના બે ન્યાયાધીશોની ખોટી સહી કરી અજાણ્યા શખ્સોએ હાઇકોર્ટને મોકલી દીધા બંનેના રાજીનામા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Surendranagar: સુરેન્દ્રનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ (Judge)  તરીકે ફરજ બજાવતા મહિલા જજ અને લીંબડી એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, કોર્ટની કાર્યપ્રણાલીથી નારાજ થઈ રાજીનામું આપે છે તેવું હાઇકોર્ટમાં બોગસ રાજીનામું (Fake Resignation) મોકલાવ્યું હતું. આ મામલે જિલ્લા પોલીસ તંત્રે અજાણ્યા શખ્સો દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લીંબડી (Limbdi) કોર્ટમાં ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે ફરજ બજાવતા પ્રતિક જે તમાકુવાલાએ પોતાની ખોટી સહી કરીને કોઈએ તેમના નામેથી હાઇકોર્ટમાં બોગસ રાજીનામું મોકલ્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે આ રાજીનામાપત્ર સેપ્ટેમ્બર મહિનાની 9મી તારીખનો છે. બોગસ રાજીનામામાપત્રમાં ઉલ્લ્ખ છે કે જજ કોર્ટની કાર્યપ્રણાલીથી નારાજ હોવાથી પોતાની ફરજ પરથી રાજીનામું આપી રહ્યા છે. ફરિયાદમાં તેવો પણ ઉલ્લેખ કરાયો છે કે આવી જજની ખોટી સહીઓ અન્ય ગુનાઓમાં પણ ખોટો ઉપયોગ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર શહેરની કોર્ટમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તરીકે ફરજ બજાવતા મહિલા જજ આર.વી રાજેએ પણ એ ડિવિઝનમાં આ જ રીતની ફરિયાદ નોંધાવી છે. જેમાં 10મી સેપ્ટેમ્બરની તારીખનાં બોગસ રાજીનામા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોતે કોર્ટની કાર્યપ્રણાલીથી નાખુશ હોવાથી રાજીનામું આપી રહ્યા છે.

લીંબડી પોલીસે, સાયબર વિભાગની મદદથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની ખોટી સહી કરીને હાઈકોર્ટમાં રાજીનામુ મોકલી દેવાના કેસમાં, તપાસ હાથ ધરી છે. જેમાં રાજીનામાનો પત્ર ક્યાથી મોકલાયો, કઈ તારીખે મોકલાયો, રાજીનામાના પત્રમાં જે સહી કરી છે તેની ચકાસણી કરવા હસ્તાક્ષર નિષ્ણાંતની મદદ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: IPL 2021: સિઝન માટે ખૂબ લુંટ્યા પૈસા, કરોડોમાં રમ્યા પરંતુ મેદાનમાં ઉતર્યા તો પ્રદર્શન રહ્યુ આમ

આ પણ વાંચો: વેક્સિન નહીં તો ગરબા નહીં: Surat મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

Published On - 1:01 pm, Fri, 1 October 21

Next Article