Toolkit Case: પોલીસે જણાવ્યું કે કેવી રીતે સંપર્કમાં આવ્યા તમામ પાત્ર  

|

Feb 17, 2021 | 8:11 PM

ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાને વધારવા પાછળ જે ટૂલકિટનું નામ આવી રહ્યું છે, તેનાથી જોડાયેલી થોડી જાણકારી દિલ્હી પોલીસે આપી છે.

Toolkit Case: પોલીસે જણાવ્યું કે કેવી રીતે સંપર્કમાં આવ્યા તમામ પાત્ર  

Follow us on

ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાને વધારવા પાછળ જે ટૂલકિટનું નામ આવી રહ્યું છે, તેનાથી જોડાયેલી થોડી જાણકારી દિલ્હી પોલીસે આપી છે. દિલ્હી પોલીસે તેમાં નિકિતા, શાંતનુ અને દિશા રવિનું કનેક્શન સમજાવ્યું છે. જણાવવામાં આવ્યું કે કઈ તારીખે કયા કામને કરવામાં આવ્યું. દિલ્હી પોલીસના સૂત્રોએ ટૂલકિટ તૈયાર થવાની પુરી ટાઈમલાઈન બતાવી છે. નિકિતા, શાંતનુ અને દિશા રવિ ત્રણે લોકો XR નામના NGOથી જોડાયેલા છે. હાલમાં દિશા જેલમાં છે, ત્યારે નિકિતા અને શાંતનુને બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળી ચૂક્યા છે. આ ટૂલકિટ કેસમાં 2 નવા નામની પણ જાણકારી મળી છે.

 

બે નવા નામ આવ્યા સામે 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

થિલાકા અને યૂકેમાં રહેનારી મેરીના પેટરસન ટૂલકિટની તપાસ દરમિયાન આ બે નામ સામે આવ્યા છે. થિલાકા પણ XRથી જોડાયેલી છે અને પુનીતની નજીકની છે, ત્યારે દિશાનો ગ્રેટા સાથે સંપર્ક હતો, એટલે પુનિત માત્ર દિશા અને થિલાકાથી સીધી જોડાઈ હતી, બાકી જોડે દિશા સંપર્ક કરતી હતી.

 

પુનીત દ્વારા નિકિતા, દિશા અને શાંતનુના સંપર્કમાં આવ્યો મો ધાલીવાલ 

પોયટિક જસ્ટિસ ફાઉન્ડેશન જે ખાલિસ્તાન સમર્થક ગ્રુપ છે, મો ધાલીવાલ તેનો ફાઉન્ડર છે. તેને કેનેડામાં જ રહેતી સહયોગી પુનીત દ્વારા નિકિતાનો સંપર્ક કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય હતો કે પ્રજાસત્તાક દિવસ પહેલા ટ્વીટર પર આ મુદ્દાને ગરમાવો આપવામાં આવે. પછી નિકિતા પાસેથી દિશાની જાણકારી મળી. ત્યારબાદ શાંતનુ વિશે જાણકારી પ્રાપ્ત થઈ, બંને એક્ટિવિસ્ટ છે અને ફ્રાઈડે ફોર ફ્યૂચર માટે કામ કરે છે. ત્યારે પુનીત PJFથી જોડાયેલી છે. આરોપ છે કે નિકિતા અને શાંતનુએ ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતોના મોત, ઘાયલ થવાના ખોટા આંકડા જોડ્યા હતા, જેનાથી લોકોને ભડકાવવામાં આવી શકે.

 

ટૂલકિટ માટે આ રીતે સંપર્કમાં આવ્યા નિકિતા, શાંતનુ અને દિશા 

– શાંતનુ ફાર્મર પ્રોટેસ્ટથી જોડાયો હતો.

– 1 ડિસેમ્બર પહેલા અઠવાડિયામાં પુનીતે ઈન્સ્ટા દ્વારા નિકિતા અને શાંતનુ પાસે સંપર્ક કર્યો.

– 3 જાન્યુઆરીથી કામ કરવાનું શરૂ કરી દીધું.

– 6 જાન્યુઆરીએ દિશા, નિકિતા અને શાંતનુએ વોટસએપ ગ્રુપ બનાવ્યું.

– 9 જાન્યુઆરીએ નક્કી થયું કે સાથે મળીને કામ કરીશું.

– 11 જાન્યુઆરીએ એક ઈ-મેઈલ આઈડી ક્રિએટ થયું.

– 11 જાન્યુઆરીએ જ ઝૂમ મીટિંગ થઈ, જેમાં MO ધાલીવાલ પણ સામેલ હતો.

– 12 જાન્યુઆરીએ પણ ઝૂમ મીટિંગ થઈ.

– ટૂલકિટના હાઈપરલિંકમાં સમગ્ર એક્શન પ્લાન લખવામાં આવ્યો હતો.

– 17 અને 18 જાન્યુઆરીએ ફરીથી ઝૂમ મીટિંગ થઈ, જેથી પ્રોપેગેન્ડા મટીરિયલ વહેંચી શકાય.

– 18 જાન્યુઆરીએ askindiawhy.com સાઈટ લોન્ચ થઈ.

– 20 જાન્યુઆરીએ નિકિતા, શાંતનુ અને દિશાએ ટૂલકિટ ગૂગલ ડોક પર ડ્રાફ્ટ કર્યું.

 

ગ્રેટા થનબર્ગે ભૂલથી ટ્વીટ કરી ટૂલકિટ

 

3 ફેબ્રુઆરીએ દિશા રવિએ ગ્રેટા થનબર્ગ સાથે ટૂલકિટ શેર કરી, પછી 3 ફેબ્રુઆરીએ સાંજે જ ગ્રેટા થનબર્ગે ભૂલથી ટૂલકિટને ટ્વીટ કરી દીધી હતી. ત્યારબાદ રાત્રે જ દિશાએ ટૂલકિટમાંથી પોતાના એડમિન રાઈટસને ડિલીટ કરી દીધા પછી એડિટ થયેલી ટૂલકિટ ગ્રેટા સાથે શેયર કરી. તેને અપડેટેડ ટૂલકિટ નામ આપવામાં આવ્યું.

Next Article